ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

એપ ડાઉનલોડ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલ ! નહીં તો ખાતુ થઈ જશે ખાલી !

Text To Speech

શું તમે એક એન્ડ્રોઇડ યુઝર છો…? જો હા તો આજે અમે તમને એક મહત્વની વાત જણાવી રહ્યાં છીએ. આપણે બધા ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરીએ છીએ અને આપણાં ઉપયોગમાં આવતી રોજબરોજની એપ્સ અહીંથી ડાઉનલોડ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીકવાર ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે.

downloading apps from Google Play Store
downloading apps from Google Play Store

કેટલીકવાર ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરવી જોખમી બની શકે છે. કારણ કે Google Play Store માલવેર અને હેકર્સ માટે એપ્સને બહુ સ્કેન કરતું નથી. આવી સ્થિતિમાં, ગૂગલના સ્ટોર પરથી ડાઉનલોડ કરેલ એપ્સ માલવેર કે હેકર્સથી પ્રભાવિત થઈ શકે છે. જો તમે પણ Google Play Store પરથી એપ્સ ડાઉનલોડ કરો છો તો તે તમારો અંગત ડેટા કે તમારા નાણાકીય ઓળખપત્રો પણ ચોરી થવાની શક્યતાઓ વધી જાય છે.

આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન

  1.  તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યાં છો તે તમને કઈ પરવાનગીઓ પૂછે છે તેના પર તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ. ઉદાહરણ તરીકે- જો તમે કોઈ એડિટિંગ એપ ડાઉનલોડ કરો છો, તો તે એપ તમારી પાસે સ્ટોરેજ, કેમેરા, માઇક્રોફોન અને ફોટો ગેલેરી માટે પરવાનગી માંગે છે. પરંતુ તમારે ધ્યાન આપવું પડશે કે તે એપ્લિકેશનને કઈ પરવાનગીની જરૂર છે અને જરુરિયાત પ્રમાણે જ પરવાનગી આપવી.
  2. જ્યારે પણ આપણે કોઈ એપ ડાઉનલોડ કરીએ છીએ, ત્યારે તેની સમીક્ષા (રિવ્યુને) હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ. આ અત્યંત મહત્વનું છે. કારણ કે લોકો તેમના એપ અનુભવના આધારે રિવ્યુ આપે છે. જો તમને એપની ખરાબ સમીક્ષા મળે છે તો એપને ડાઉનલોડ કરશો નહીં.
  3.  જ્યારે પણ તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો, તે પહેલા તે એપ કેટલી વાર ડાઉનલોડ થઈ છે તે જોઈ લો. આ મહત્વપૂર્ણ છે કારણ કે જેટલા વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી છે, તે એપ પર એટલો જ વધુ વિશ્વાસ વધે છે.
  4.  ગૂગલ પ્લે સ્ટોર પર દરેક એપ નિર્માતા તેમની એપ વિશે વિગતો આપે છે. તેનો સ્ત્રોત શું છે તે પણ જણાવે છે. જો તમને સ્રોત સાચો લાગે અથવા વિગતો સાચી લાગતી હોય તો જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
downloading apps from Google Play Store
downloading apps from Google Play Store

એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે ઉપર્યુક્ત બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો અંગત ડેટા ચોરી જેવી ઘટનાઓથી બચી શકાય છે.

Back to top button