ફૂડ

નવરાત્રીના વ્રતમાં ટ્રાય કરો આ ટેસ્ટી અને હેલ્ધી 6 ફરાળી વાનગી

Text To Speech

નવરાત્રીનું પર્વ શરૂ થઇ ગયુ છે ત્યારે આ સમય દરમિયાન માતાની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..

ક્રિસ્પી બાઇટ : જો આપ વ્રત દરમિયાન કંઇક ક્રિસ્પી અને ટેસ્ટી ફૂડ ખાવા માંગતા હો તો સાંબામાંથી બનતી ક્રિસ્પી બાઇટ આપના માટે બેસ્ટ ઓપ્શન છે. જે સાંબાને પીસીને બનાવાય છે.

કુટ્ટુના પરાઠા : નવરાત્રીમાં આપ કટ્ટૂના પરાઠા પણ ટ્રાય કરી શકો છો. કુટ્ટુને અનાજ માનવામાં નથી આવતું. કટ્ટુ મેગ્નેશિયમ, જિંક, આયરન,કોપર અને તેમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.

ફરાળી ઢોકળા : નવરાત્રીના વ્રતમાં આ ઓઇલી અને સ્પાઇસી ડિશ ન ખાવા માંગતા હો તો સાંબાના સ્વાદિષ્ટ ઢોકળા પણ સારો ઓપ્શન છે.

સાંબાની ખીર : બધા જ પોષક તત્વોથી ભરપૂર સાંબાની ખીર પણ વ્રતધારી લોકો માટે સારો ઓપ્શન છે. તે પોષકતત્વોથી ભરપૂર છે. તેમાં કાર્બોહાઇડ્રેઇટસ ઓછું હોવાથી પચવામાં પણ સરળ છે.

આલૂ ચાટ : આ રેસિપીથી સાંજની ભૂખ સારી રીતે મટાડી શકાય છે. આ સાથે આ વાનગી નવરાત્રીના ઉપવાસની રેસીપીની યાદીમાં એક સ્વાદિષ્ટ અને ઝડપી વાનગી તરીકે ઉમેરવા માટે યોગ્ય છે. આ વાનગી ઉપવાસ દરમિયાન થતાં ક્રેવિંગને પણ શાંત કરશે અને ભૂખ પણ સંતોષાશે.

સ્ટ્રોબેરી મિલ્ક શેઇક : ઉપવાસના દિવસોમાં ગળું સુકાઈ જવું અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. વિટામિન-એ,સી અને કેથી ભરપૂર સ્ટ્રોબેરી દૂધ સાથે સ્વાદિષ્ટ મિશ્રણ બનાવે છે. જે ઘરના બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ હોય છે. ઉપવાસના દિવસોમાં તમારા શરીરને ઠંડક આપવાની સાથે, હાઇડ્રેઇટ રાખશે અને તમારી ભૂખને પણ નિયંત્રિત કરે છે.

Back to top button