પાલનપુર : ડીસામાં મંડળીની લોન ના ભરનારને છ માસની કેદ
- ડીસાની ધી બૈયતુલનશર સહકારી મંડળીએ બાકીદાર સામે કેસ કર્યો હતો
પાલનપુર : ડીસામાં આવેલી ધી બૈયતુલનશર સહકારી મંડળીમાંથી લોન લઈ પૈસા ભરપાઈ ન કરનાર બાકીદારને ડીસાની ત્રીજી જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે છ માસની સજા ફટકારતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ડીસાના રાજપુરમાં આવેલ ધી બૈયતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીમાંથી ડીસા મીરમોહલામાં રહેતા કુરેશી ઇર્ષાદએહમદ અબ્દુલકરીમ એ લૉન લીધી હતી. જે લૉન સમયસર ન ભરતા મંડળીના અધિકારીએ ઉઘરાણી કરતા ઇર્ષાદએહમદે 2,87,772 નો તા.30 જૂન20 આદર્શ કો ઓપરેટિવ બેક લી. નો ચેક આપેલ હતો. જે ચેક મંડળીના ખાતામાં જમા કરાવવા મોકલાવતા ઇર્ષાદઅદેહમદના ખાતામાં બેલેન્સ ન હોઈ ચેક રીટર્ન થયો હતો.જેથી અધિકારીએ ડીસાની એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ધી નેગોસીએબલ ઇન્સ્ટમેટ એકટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપી કુરેશી ઇર્ષાદ એહમદ અબ્દુલકરીમને છ માસ ની સજાનો હુકમ કર્યો હતો. જો રકમ રૂ. 2,87,772 બે મહિનાની અંદર ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કરતા બાકીદાર ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.