ટ્રેન્ડિંગમનોરંજન

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મનો કેનેડામાં કેમ વિરોધ ? જાણો- આ છે કારણ

Text To Speech

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મની સરખામણી પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ સાથે કરવામાં પણ આવી રહી છે.ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, કાર્તિ અને જયમ રવિની ફિલ્મ પોન્નિયિન સેલ્વન છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. મણિરત્નમની આ ફિલ્મ આવતીકાલે એટલે કે 30 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા ફિલ્મ સાથે જોડાયેલ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

Ponniyin Selvan movie
Ponniyin Selvan movie

કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી તમિલ ફિલ્મોનો વિરોધ

આ ફિલ્મની રિલીઝ પહેલા જ વિરોધ શરૂ થઈ રહ્યો છે. જો કે આ વિરોધ ભારતમાં નહીં પણ કેનેડામાં થઈ રહ્યો છે. કેનેડિયન થિયેટર માલિકોને ફિલ્મ પ્રદર્શિત ન કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેનેડાના કેટલાક લોકો લાંબા સમયથી તમિલ ફિલ્મોનો વિરોધ કરી રહ્યા છે અને તેમની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર અનેક ટ્વિટ પણ શેર કરવામાં આવી છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમની ‘પોન્નિયિન સેલ્વન’ પહેલા સની દેઓલની ફિલ્મ ‘ચૂપ’નો કેનેડામાં ઘણો વિરોધ થયો હતો.

ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સને મળ્યા ધમકી ભર્યા મેઈલ

કેનેડામાં પોન્નિયિન સેલ્વન ફિલ્મના ફોરેઈન ડિસ્ટ્રીબ્યુટર્સે KW ટોકીઝે ટ્વિટર પર મેઈલ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું- મારી પાસે હેમિલ્ટન, કિચનર અને લંડનના અપડેટ્સ છે. તમામ થિયેટર માલિકોને ધમકી આપવામાં આવી છે કે જો તેઓ પોન્નિયિન સેલ્વન તમિલ અથવા KW ટોકીઝ ફિલ્મ રિલીઝ કરશે તો તેઓ થિયેટરો પર હુમલો કરશે.

Ponniyin Selvan film
Ponniyin Selvan film

મેઈલમાં લખવામાં આવ્યું હતું – તમામ થિયેટર માલિકો અને કર્મચારીઓ માટે ચેતવણી છે. જો તમે તમારા હોલમાં KW ટોકીઝની ફિલ્મ ‘ચુપ’ અથવા ‘પોન્નિયિન સેલ્વન’ રિલીઝ કરશો તો, અમે થિયેટરની તમામ સ્ક્રીન તોડી નાંખીશું તેમજ તમારા ઘણા કાર્યકરો હોસ્પિટલમાં જવાની સ્થિતિમાં હશે.

અમે માત્ર ભારતીય ફિલ્મો સાથે જ નહીં પરંતુ અંગ્રેજી ફિલ્મો સાથે પણ આવું કરીશું. જ્યાં સુધી તમે KW ટોકીઝ મૂવીઝ બતાવવાનું બંધ ન કરો ત્યાં સુધી અમે આ કરવાનું ચાલુ રાખીશું. ક્રિસમસ દૂર નથી, અમે આવનારા સમયમાં તમામ ભારતીય અને અંગ્રેજી ફિલ્મો સાથે આવું જ કરવાના છીએ. અમારા સ્થાનિક થિયેટરોમાંથી કંઈક શીખો, તેઓએ આ ફિલ્મો બતાવવાનું બંધ કરી દીધું છે. તમારા બધા માટે આ છેલ્લી ચેતવણી છે.

Ponniyin Selvan film
Ponniyin Selvan film

વિરોધથી ફિલ્મોની કમાણી ઉપર અસર

એક પછી એક આવી વિરોધની ઘટનાઓ બાદ હવે કેનેડિયન થિયેટર માલિકોમાં ડરનો મહૉલ જોવા મળી રહ્યો છે. કેનેડામાં ફિલ્મોના વિરુદ્ધ બાદ હવેઆ ફિલ્મની કમાણીને લઈને પણ ઘણી અસર જોવા મળી રહી છે જેથી ફિલ્મ મેકર્સ પણ ચિંતામાં મુકાયા છે.

Back to top button