ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વડાપ્રધાન મોદી ગૌ માતા પોષણ યોજનાનો અંબાજીથી કરાવશે પ્રારંભ

Text To Speech

પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરનાર છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.

રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23 ના બજેટમાંજાહેર કરી છે.પાલનપુર વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. અત્રે નોંધનીય છે કે, બનાસકાંઠા અને કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાયોના નિભાવ માટે સરકારે જાહેર કરેલ સહાયના રૂપિયા 500 કરોડની જાહેરાત બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને ન ચૂકવતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો વિવિધ કાર્યક્રમો કરીને આંદોલન ચલાવી રહ્યા હતા.

Back to top button