સ્પોર્ટસ

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ફટકો

Text To Speech

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. BCCIનું સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ પુનરાગમન કર્યું હતું, તે પહેલા તે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. પરંતુ તે પરત ફર્યા બાદ માત્ર બે જ મેચ રમી શક્યો હતો. તેમજ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં તે પ્લેઈંગ-11માં જોવા મળ્યો ન હતો.

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર

જસપ્રિત બુમરાહની ઈજા ગંભીર છે અને તે લગભગ 4 થી 6 અઠવાડિયા સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. જેને લીધે જસપ્રીત બુમરાહને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીઠની સમસ્યાને કારણે જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચ પણ રમી શક્યો ન હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા વધુ ગંભીર છે અને તે ફ્રેક્ચર જેવી હોઈ શકે છે. જેના કારણે જસપ્રિત બુમરાહને લગભગ 6 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે.

T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટેઇન), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

બુમરાહની ઈજાએ ટમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું!

જ્યારથી T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી રહ્યું છે. પહેલા રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ટીમમાં સામેલ દીપક હુડ્ડા પણ હાલમાં જ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. અને હવે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર છે.

Back to top button