ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિના છઠ્ઠા નોરતે માત કાત્યાયની ને ધરાવો આ ભોગ !

Text To Speech
  • નવરાત્રિના છઠ્ઠા નોરતે કરો માતા કાત્યાયનીની પૂજા
  • વિવાહ ઉત્સુક કન્યાઓને વિશેષ ફળ આપે છે માતા
  • આ ખાસ મંત્રોના ઉચ્ચારણથી આજે મળે છે વિશેષ ફળ

નવરાત્રિના પવિત્ર તહેવારમાં આજે છઠ્ઠા દિવસે આખી દુનિયા માતા કાત્યાયનીની પૂજા કરી રહી છે. માતાનું આ સ્વરૂપ અત્યંત ચમકીલું અને તેજસ્વી છે જેની ચાર ભૂજાઓ છે. માતાની જમણી બાજુનો હાથ અભયમુદ્રામાં તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે. જ્યારે ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. માતા કાત્યાયનીની સાધનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો: અંબાજીના પવિત્ર શક્તિપીઠ વિશે શું તમે આ વાત જાણો છો ?

મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.

માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.છઠ્ઠા નોરતે કાત્યાયની માતા- humdekhengenewsદેવી કાત્યાયનીને શું ધરાવશો ભોગ?

માતાજીના ચોથા માતા કાત્યાયનીને  મધનો પ્રસાદ ધરાવવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, આ દિવસ લાલ રંગ અને ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો છે. જે અશુભ અસરના પ્રભાવને શુભ  કરે છે.

Back to top button