વિક્રમ વેધા માટે હ્રિતિક રોશને લીધા 50 કરોડ ! ફિલ્મમાં જોવા મળશે વિલનના રોલમાં
હ્રિતિક રોશન અને સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ વિક્રમ વેધા આગામી 30મી ઓક્ટોબરે રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા ચાહકોએ તેને ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે. ખાસ કરીને હ્રિતિક રોશન અને સૈફ અલી ખાનની એક્ટિંગના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં દર્શકોને હ્રિતિક રોશનનો રોલ વધારે પસંદ પડી રહ્યો છે.
આ ફિલ્મ માટે હ્રિતિક રોશનએ લીધા 50 કરોડ
આ ફિલ્મની ખાસ વાત તો એ છે કે હ્રિતિક રોશન આ ફિલ્મ વિલનનો રોલ ભજવી રહ્યા છે. આ સિવાય ફિલ્મ ગીતો પણ ચાહકોના મોઢે ચડી ગયા છે. ટૂંકમાં આ ફિલ્મના મેકર્સે પોતાનો જીવ રેડી દીધો છે. ફિલ્મ માટે હ્રિતિક રોશનએ લીધા 50 કરોડ!હ્રિતિક રોશનએ આ ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લીધો છે. કારણ કે હ્રિતિક રોશન 2019ની ‘વોર’ ફિલ્મ બાદ લાંબાગાળે ફિલ્મી પડદે પાછા ફરી રહ્યા છે અને આ ફિલ્મમાં હ્રિતિક એક વિલનનો રોલ ભજવી રહ્યા છે.
સૈફનો લુક એકદમ ડેશિંગ
ફેન્સને હ્રિતિકનું આ કેરેક્ટર ખુબ જ પસંદ પડી રહ્યું છે. હ્રિતિક આ ફિલ્મ માટે સૌથી વધુ ફી લેનાર એકમાત્ર એક્ટર છે. સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેને હ્રિતિક કરતાં અડધી ફી : ફિલ્મમાં સૈફ અલી ખાન એક પોલીસમેનના રોલમાં જોવા મળી રહ્યો છે. સૈફનો લુક એકદમ ડેશિંગ છે. ચાહકોને તેનો અવતાર ખૂબ જ પસંદ છે. સૈફ અલી ખાને આ ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ સિવાય ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ એક વકીલના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ માટે રાધિકાએ 3 કરોડ રૂપિયા લીધા છે.
આ સિવાયના એક્ટરોની છે આટલી ફી :
ફિલ્મમાં આ સિવાયના એકટરોમાં ‘ધ ફેમેલી મેન’ ફેમ જે કે તલપડે ઉર્ફ શારિબ હાશમીએ 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં બે યંગ એક્ટર્સ પણ પોતાનો રોલ ભજવી રહ્યાં છે, જેમાં ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ ફેમ રોહિત સરાફ પણ હ્રિતિક રોશનના ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ માટે રોહિત સરાફે 1 કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે. આ ફિલ્મથી ડેબ્યુ કરનારી યંગ એક્ટ્રેસ યોગિતા બિહાનીએ આ માટે 60 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે. યોગિતા બિહાનીની બૉલીવુડમાં આ પેહલી ફિલ્મ છે.
આ પણ વાંચો: ‘વિક્રમ વેધા’માં હૃતિક-સૈફનો હટકે લૂક ! મેકર્સે કહ્યું- સાઉથથી અલગ હશે રીમેક