ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાને ધરાવો આ ભોગ !

Text To Speech

નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. દેવી કુષ્માંડાને બ્રહ્માંડની નિર્માતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે સૂર્યના કેન્દ્રમાં રહે છે કારણ કે તે બ્રહ્માંડની ઊર્જા અને પ્રકાશને સંતુલિત કરે છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ન હતું અને ચારેબાજુ અંધારું હતું. પછી દેવીના આ સ્વરૂપમાંથી બ્રહ્માંડનો જન્મ થયો. કુષ્માંડા દેવી આદિશક્તિ તરીકે પણ ઓળખાય છે.

પૂજાનું મહત્વ

દેવી કુષ્માંડા ભય દૂર કરે છે. જીવનમાં બધા પ્રકારના ભયથી મુક્ત થઈને સુખથી જીવન વીતાવવા માટે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવી કુષ્માંડાની પૂજાથી આયુ, બળ, યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેમની પૂજાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થઈજાય છે. કોઈ પ્રકારનો કલેશ પણ નથી થતો. દેવી કુષ્માંડાને કુષ્માંડા અર્થાત્ કોળાની બલી આપવામાં આવે છે. તેની બલીથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. કુષ્માંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી જીવનમાં વ્યાપ્ત અંધકાર દૂર થાય છે.દેવી કુષ્માંડા- humdekhengenewsદેવી કુષ્માંડાને શું ધરાવશો ભોગ?

માતાજીના ચોથા માતા કુષ્માંડાને  માલપુઆ અથવા ખીરનો ભોગ લગાવવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, આ દિવસ નારંગી રંગ અને સૂર્ય ગ્રહ સાથે સંકળાયેલો છે. જે બધી નકારાત્મક ઉર્જાને ખત્મ કરે છે.

Back to top button