સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના નવા વડાપ્રધાન
સાઉદી અરેબિયા : સાઉદી ક્રાઉન પ્રિન્સ તેમના પિતા કિંગ સલમાન અલ સઉદના સ્થાને વડાપ્રધાન બનશે. સાઉદી અરેબિયાના આ અચાનક નિર્ણયે ચોંકાવી દીધા છે. જો કે, હાલ માટે, કિંગ સલમાન તમામ બેઠકોની અધ્યક્ષતા કરવાનું ચાલુ રાખશે.
સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલા તેઓ વડાપ્રધાન પદ સંભાળતા હતા.હાલમાં, કિંગ સલમાન તમામ કેબિનેટ બેઠકોની અધ્યક્ષતા કરવાનું ચાલુ રાખશે.
મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના આંતરિક અને વિદેશી મામલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તેલના વિશ્વના સૌથી મોટા નિકાસકાર, તેલ, સંરક્ષણ, આર્થિક નીતિ અને આંતરિક સુરક્ષા સંબંધિત બાબતોની દેખરેખ રાખી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે કરી રહ્યા છે કામ
મોહમ્મદ બિન સલમાન ના વડા પ્રધાન બનવાથી રાજ્યમાં કોઈ મોટા નીતિગત ફેરફારો થશે નહીં તેવું જ્હોન ઓલ્ટરમેને જણાવ્યું હતું. તેમના ક્રાઉન પ્રિન્સ બન્યા બાદથી સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે.મોહમ્મદ બિન સલમાન ભારત સહિત ઘણા દેશો સાથે સંબંધોને મજબૂત કરવા માટે મહતવના પગલાં લઈ રહ્યા છે.
મોહમ્મદ બિન સલમાનની ટીકા પણ કરવામાં આવી હતી
સાઉદી અરેબિયા એક ઇસ્લામિક રાષ્ટ્ર છે. અને શરિયા કાયદાનું પાલન કરે છે. આથી જ તેમને મહિલાઓની સ્વતંત્રતા સહિત ઘણી વસ્તુઓ પર કેટલાક પ્રતિબંધો છે, જેને મોહમ્મદ બિન સલમાન દ્વારા પ્રથમ વખત સત્તાવાર રીતે હળવા કરયાં છે.પરંતુ,સાઉદી અરેબિયામાં વર્ષોથી ચાલી રહેલા પ્રતિબંધો સાથે છેડછાડ કરવા મોહમ્મદ બિન સલમાનની ટીકા પણ કરવામાં આવી રહી છે.