સાચવજો…લોન આપવાના નામે તમારો ફોન હેક તો નથી થયો ને..
લોન આપવાના નામે કોઈ તમારા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરે તો સાવધાન રહેજો. કેમ કે મોબાઈલમાં એપ ડાઉનલોડ થયા પછી હેકર્સ આપણો મોબાઈલ દૂર રહીને કન્ટ્રોલ કરી શકે છે. આપણી જાણ બહાર ફોનમાં રહેલા ફોટા, વીડિયો, અન્ય પર્સનલ વિગતો, ચોરી કરી શકે છે.
એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીને લોન આપવાના બહાને ચીટર ટોળકીએ મોબાઈલ એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપ એનીડેસ્ક નામની હતી. આ એપ દ્વારા દૂરથી જ મોબાઈલ ઓપરેટ થઈ શકે છે. યુવતીને તેની જાણ ન હતી. થોડા દિવસ બાદ તેના ફોટા ચોરી કરી તેની સાથે છેડછાડ કરી અશ્લિલ છેડછાડ કરાઈ હતી. એ પછી આ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી પૈસા પડાવાયા હતા.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી ગુજરાતની જે પહેલી ટ્રેનને લિલી ઝંડી આપશે તે વંદે ભારત ટ્રેનની શું છે વિશેષતા?
સાવધાન ન રહેવામાં આવે તો આવુ કોઈ પણ સાથે થઈ શકે છે. માટે મોબાઈલ એપ દ્વારા લોન લેવાના શોર્ટ કટમા ક્યારેય પડવું ન જોઈએ.