મનોરંજન

મહેશ બાબુની માતાનું નિધન, માતા માટેનો અભિનેતાનો આ જૂનો વીડિયો વાયરલ

Text To Speech

મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીનું 28 સપ્ટેમ્બરે સવારે નિધન થયું હતું. પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તેમણે આજે સવારે લગભગ 4 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીની છેલ્લા કેટલાક મહિનાઓથી તબિયત ખરાબ હતી. ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું.

મહેશ બાબુની માતાનું નિધન

સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઇન્દિરા દેવીએ જેઓ થોડા મહિનાઓથી બીમાર હતા તેઓએ 28 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા. મહેશ બાબુના ચાહકો પણ આ દુ:ખદ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેઓ સ્ટારને આ મુશ્કેલ સમયમાં મજબૂત રહેવા માટે કહી રહ્યા છે. ફેન્સ ઉપરાંત સાઉથ મેગાસ્ટાર ચિરંજીવીએ પણ ટ્વીટ કરીને મહેશ બાબુની માતાના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાએ તેલુગુ ભાષામાં ટ્વીટ કર્યું છે. જેનો અનુવાદ છે, ‘શ્રીમતી ઇન્દિરા દેવીના અકાળે અવસાન વિશે સાંભળીને દુઃખ થયું. તેમની માતાના આત્માને શાંતિ મળે. હું સુપરસ્ટાર કૃષ્ણા, ભાઈ મહેશ અને સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

ચાહકોએ અભિનેતાના જૂના વીડિયો શેર કર્યા

અહેવાલો અનુસાર ઈન્દિરા દેવીના પાર્થિવ દેહને જાહેર શ્રદ્ધાંજલિ માટે પદ્માલય સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર મહાપ્રસ્થાન ખાતે કરવામાં આવશે. મહેશ બાબુના ચાહકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરવા લાગ્યા. ચાહકોએ મહેશ બાબુના તેમની માતા માટેના જુના વીડિયો શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મારી માતા મારા માટે ભગવાન છે

ફેન્સ દ્વારા મહેશ બાબુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મહેશે તેની માતા વિશે જણાવ્યું છે કે તે તેની માતાને ભગવાન માને છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે મુશ્કેલ સમય અથવા મુશ્કેલીમાંથી પસાર થાય છે, ત્યારે તે તેની માતાને મળે છે, તેની સાથે બેસીને કોફી પીવે છે અને તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

મહેશ બાબુને ‘પ્રિન્સ ઑફ ટોલીવુડ’ કહેવામાં આવે છે

મહેશ બાબુ સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોમાંથી એક છે. તેમની ઉત્તમ અભિનય માટે તેમને ‘પ્રિન્સ ઑફ ટોલીવુડ’ પણ કહેવામાં આવે છે. તેણે માત્ર 4 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેણે રાજા કુમારુડુ સાથે તેની શરૂઆત કરી, તેની પ્રથમ ફિલ્મ માટે મહેશ બાબુને દક્ષિણનો પ્રખ્યાત નંદી એવોર્ડ મળ્યો છે. મહેશ બાબુ ‘મુરારી’, ‘બોબી’, ‘ઓક્કાડુ’, ‘અર્જુન’, ‘પોકિરી’, ‘બિઝનેસમેન’, ‘આગાડુ’, ‘બ્રહ્મોત્સવમ’, સ્પાઈડર, ભારત આને નેનુ, મહર્ષિ, સરીલેરુ સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા છે. આજે તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોંઘા સ્ટાર્સમાં થાય છે.

Back to top button