હાલમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. આ વચ્ચે થોડા સમય પહેલા સુરતના એક હિરાના કારખાનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં હિરાના કારખાનાના માલિક કહી રહ્યા હતા કે, પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર કોઈએ કરવો નહીં. જો કોઈ તેનો પ્રચાર કરશે અથવા તો સોશિયલ મીડિયામાં તેના સમર્થનમાં કોઈ પોસ્ટ કરશે તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.
પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર નહીં કરવાનો તેમજ જો કોઈ કરશે તો તેમને નોકરી માંથી છુટા કરવામાં આવશે તેવી જાહેરાત જેમણે સ્વયંભૂ કરી હતી એ સુરતના હીરા ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઈ ઢાપાનું પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપામાં સ્વાગત કર્યું. pic.twitter.com/FqJAbRWaZU
— C R Paatil (@CRPaatil) September 27, 2022
મળતી માહિતી મુજબ આ સુરતના હિરા ઉદ્યોગપતિનું નામ દિલીપ ઢાપા છે. હાલમાં તેનું ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપામાં દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે સી આર પાટીલ દ્વારા પોસ્ટ મૂકી માહિતી આપવામાં આવી હતી.
નોકરી આપી નથી શકતા અને લોકશાહીમાં પોતાની મરજી મુજબ ક્યાં મત આપવો એનો કોઈ અધિકાર છીનવે અને નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપે એનું સન્માન કરીને શું ગુજરાતને ગુંડા રાજમાં ફેરવવા માંગો છો ?આવી હલકી માનસિકતા લાવો છો ક્યાંથી ?ભાઉના રાજમાં ગુજરાતીઓની નોકરી પણ જઈ રહી છે !ગુજરાતીઓ જાગો https://t.co/EVRj1Q7sj3
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 27, 2022
હવે આ મામલે ઘમાસાન મચી ગયું છે. આ હિરા ઉદ્યોગપતિનું ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવતા આમ આદમી પાર્ટીએ આકરા પ્રહાર કર્યા હતા. હવે આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, નોકરી આપી નથી શકતા અને લોકશાહીમાં પોતાની મરજી મુજબ ક્યાં મત આપવો એનો કોઈ અધિકાર છીનવે અને નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપે એનું સન્માન કરીને શું ગુજરાતને ગુંડા રાજમાં ફેરવવા માંગો છો ?આવી હલકી માનસિકતા લાવો છો ક્યાંથી ?ભાઉના રાજમાં ગુજરાતીઓની નોકરી પણ જઈ રહી છે !ગુજરાતીઓ જાગો.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ પણ આજથી મેદાનમાં, “ચાલો માંના દ્વારે યાત્રા”નો પ્રારંભ