અદાણી ગ્રુપનો માસ્ટર પ્લાન : આગામી 10 વર્ષમાં કરશે 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ


હાલ, વિશ્વના સૌથી ત્રીજા નંબરના ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખુબ જ મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ સિંગાપુરમાં મળેલી ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સમાં કહ્યું હતું કે અદાણી ગ્રુપ આગામી દશકમાં 100 બિલિયન ડોલરથી પણ વધારે મૂડીનું રોકાણ કરશે. આ રોકાણ મુખ્યત્વે ડેટા સેન્ટર અને ડિજિટલ સેકટરમાં કરવામાં આવશે.

આ સિવાય તેમને કહ્યું હતું કે આ રોકાણનો 70 ટકા જેટલો ભાગ એનર્જી ટ્રાન્ઝિશન ઝોનમાં રોકાણ કરવામાં આવશે. જેમાં આગામી દિવસોમાં બંદરો સાથે સંકળાયેલા બિઝનેસ સમૂહોમાં 45 ગિગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં ઉમેરો કરાશે. જે સિંગાપોરથી 1.4 ગણો વિસ્તાર છે. પરિણામે ત્રણ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું વ્યાપારીકરણ થશે. આ ઉપરાંત સોલાર પેનલ, વિન્ડ ટર્બાઈન અને હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન માટે ત્રણ જેટલી ફેક્ટરીઓ પણ સ્થાપવામાં આવશે. જેમાં –
(1) 10 GW સિલિકોન-આધારિત ફોટોવોલ્ટેઇક વેલ્યુ-ચેન માટે, જે કાચા સિલિકોનથી સૌર પેનલમાં એકીકૃત થશે
(2) 10 GW સંકલિત વિન્ડ ટર્બાઇન ઉત્પાદન પ્લાન્ટ
(3) 05 GW હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી. આ ફેકારી માટે અદાણીએ કહ્યું હતું કે,”આજે અમે ગ્રીન ઈલેક્ટ્રોનના સૌથી ઓછા ખર્ચાળ ઉત્પાદક છીએ, અને અમે સૌથી ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન પણ કરીશું “

અર્થતંત્રના સ્તરે આવું હશે અદાણીના સપનાનું ભારત
અદાણીએ કહ્યું હતું કે,”આગામી 25 વર્ષની કલ્પના કરું તો આ સમયગાળા દરમિયાન, ભારત સાક્ષરતાનું 100% સ્તર ધરાવતો દેશ ટૂંક સમયમાં બની જશે. ભારત પણ 2050 પહેલા ગરીબીમાંથી મુક્ત હશે. આપણે 2050માં પણ માત્ર 38 વર્ષની સરેરાશ વય ધરાવતો દેશ હશે અને વિશ્વમાં સૌથી વધુ વપરાશ કરતા મધ્યમ વર્ગ ધરાવતો દેશ હશે. 1.6 બિલિયન લોકોના વપરાશના તીવ્ર સ્કેલને જોતા વિદેશી સીધા રોકાણના ઉચ્ચતમ સ્તરને આકર્ષનાર દેશ પણ આપણે બનીશું. આપણે દેશ એવો હશે જે 3 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થામાંથી 30 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થામાં જશે, શેરબજારમાં 45 ટ્રિલિયન ડૉલરની મૂડી ધરાવતો દેશ હોવા સાથે વિશ્વમાં તેના સ્થાન ઉપર સર્વોચ્ચ વિશ્વાસ ધરાવતો દેશ હશે.”