ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતઃ ચૂંટણીની તૈયારીઓ, ક્રિમિનલ ઈમેજના ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે પાર્ટીએ કરવી પડશે સ્પષ્ટતા

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનરની બેઠક મળી હતી. જેમાં મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા પણ બેઠકમાં જોડાયા હતા. એન્ફોર્સમેન્ટ એજન્સીના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.ઈન્કમટેક્સ, GST અને ગૃહવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ એજન્સીઓના રોલ અને કામગીરીની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

Election
Election

51,782 બૂથ પર થશે મતદાન

ગુજરાતમાં 51,782 બૂથ પર થશે મતદાન થશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા 7 બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ સંચાલિત હશે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પીવાનું પાણી-શૌચાલયની વ્યવસ્થા હશે તથા દિવ્યાંગજનો માટે પણ સુવિધા કરાશે.

ક્રિમિનલ ઈમેજના ઉમેદવારને ટિકિટ આપો તો કરવી પડશે સ્પષ્ટતા

ચૂંટણી પંચે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો કોઈ પક્ષ ગુનાહિત છબી ધરાવતા વ્યક્તિને ટિકિટ આપે તો ટિકિટ આપવા પાછળ યોગ્ય કારણ જણાવવું પડશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે ઉમેદવારે ઓછામાં ઓછી ત્રણ વખત તેના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવી પડશે જેથી મતદારો સરળતાથી નિર્ણય લઈ શકે. આ વખતે ઉમેદવાર તરીકે નામાંકન બાદ ત્રણ વખત ભૂતકાળ અપરાધિક ઉમેદવારોની સમાચાર પત્રોમાં જાહેરાત અપાશે. એફિડેવિટ ઓનલાઈન મુકવામા આવશે. ઉમેદવારની જાણકારી માટે ખાસ એપ્લિકેશન પણ બનાવાઇ છે. KYC કરેલી વિગતો યોર કેંડિડેટ એપ પર જાણી શકાશે. રાજકીય પક્ષોઓ ક્રિમિનલ ઉમેદવારો અંગે માહિતી આપવી પડશે. તેમજ ચૂંટણીપંચે પક્ષોને ટકોર કરતાં કહ્યું હતું કે શા માટે કોઈ બેઠક પર ક્રિમિનલને ટીકીટ આપવામાં આવી રહી છે.

Chief Election Commissioner Rajiv Kumar
Chief Election Commissioner Rajiv Kumar
  • મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી
  • સમીક્ષા બાદ ઇલેક્શન કમિશનની ટીમે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી
  • કોઈ પક્ષ ગુનાહિત છબી ધરાવતા વ્યક્તિને ટિકિટ આપે તો ટિકિટ આપવા પાછળ યોગ્ય કારણ જણાવવું પડશે
  • ઉમેદવારે ઓછામાં ઓછી ત્રણ વખત તેના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવી પડશે
  • રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 13 અનુસૂચિત જાતિ અને 27 અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે અનામત

ચૂંટણીને લઈ કામગીરીની સમીક્ષા

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ચૂંટણી પંચની તૈયારીઓની માહિતી આપતા કહ્યું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમર ધરાવે છે. 10, ઓકટોબર, 2022ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 100 વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓછામાં ઓછા 50% બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

Back to top button