ગુજરાત

ફેન્સિંગ રમત : 36મી નેશનલ ગેમ્સમાં જોવા મળશે અમદાવાદના રમતવીરોનો જલવો

Text To Speech
  • સંસ્કારધામ સંકુલ,અમદાવાદના ખેલાડીઓ ‘ફેંસિંગ’માં મેડલ અંકે કરવા ઉતરશે મેદાને
  • વર્ષ ૧૮૯૬થી મોર્ડન ઓલિમ્પિકની શરૂઆતથી જ ‘ફેન્સિંગ’ની રમતને મળ્યુ છે સ્થાન

ગાંધીનગર : તા.27 સપ્ટેમ્બર,2022 કર્ણાવતી નગરી તરીકે સુવિખ્યાત વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સ-2022ની ઘણી રમતો યોજાવાની છે. કેટલીક રમતો ગાંધીનગર સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ યોજાશે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતના દરેક છેડેથી રમતવીરો ગુજરાત અને ગુજરાતીઓના મહેમાન બનવાના છે. ત્યારે આપણાં સૌ માટે આ ‘રમતોત્સવ’ અનેક પ્રકારે ખાસ બની રહેશે. ‘ફેન્સિંગ’ શબ્દ અંગ્રેજી ભાષાનો છે. એટલે ઘડીકમાં વળી ટપ્પોય ના પડે! આપણે ગુજરાતી આમ હોંશિયાર છીએ! પણ આપણી ગુજરાતી મીઠુડી! એટલે ગર્વિષ્ઠ ગુજરાતી જિંદાબાદ! ‘ફેન્સિંગ’ એટલે તલવારબાજી!

તલવારબાજી-humdekhengenews

તલવારબાજીનું નામ સાંભળીને રગરગમાં દોડતું લોહી અંગ અંગમાં જુસ્સો પેદા કરી મુકે! તલવારબાજી એક રમત તરીકે ઓલિમ્પિકની શરૂઆતથી જ મોસ્ટ ફેમસ ને વળી ફેવરિટ ગેમ છે! સમયની સાથે આ રમતનો સંપૂર્ણ અંદાજ ચેન્જ થઇ ગયો!

આ પણ વાંચો  : કેવી રીતે થઈ નેશનલ ગેમ્સની શરુઆત, જાણો ઈતિહાસ

ઓલિમ્પિકની શરુઆતમાં આ રમત એટલી લાઈમલાઈટમાં નહોતી પણ હવે તો આ ગેમ સૌને આકર્ષિત કરે છે,એમાંય યુવાઓ તો તલવારબાજીનું નામ પડે એટલે એમને તલવાર ફેરવવાનુંય મન થઈ આવે! તલવાર ચલાવવી અથવા તલવારબાજી! બે ખેલાડી એક પ્લેટફોર્મ પર પ્રતિધીસ્પર્ધા કરે છે,જેને પીસ્ટ કહેવાય, વળી તલવારબાજીના પણ પ્રકાર છે! ફોરમેટ છે! ‘ધી ફોયલ’ ફોરમેટમાં તલવારબાજી કરનાર ખેલાડી માત્ર તલવારની નોંકથી જ વાર કરી શકે.

તલવારબાજી-humdekhengenews

ખેલાડીને પ્રતિસ્પર્ધીના ધડ પર પ્રહાર કરવાથી જ અંક પ્રાપ્ત થાય છે. ખોટી રીતે અથવા તો નિયમ વિરુદ્ધ પ્રહાર કરવામાં આવે તો સ્પર્ધા રોકી દેવામાં આવે છે. આ ફોરમેટમાં ‘સીધો પ્રહાર’ નિયમનું પાલન ફરજિયાત હોય છે એટલે કે,હુમલાની શરુઆત કરનાર ‘ફેન્સર’ સીધો જ પ્રહાર કરે! છેને ગજબ બાકી! સામેના પ્રતિસ્પર્ધીને મોકો જ ના આપવો પ્રહાર કરવાનો! સામેના પ્રતિસ્પર્ધી પાસે એકમાત્ર બચવાનો વિકલ્પ હુમલાને રોકવાનો જ હોય છે! વળી બધું અકલ્પનિય સ્પીડમાં જ થતું હોય! હુમલો પણ! વિચારવાનો મોકો પણ મળવો મુશ્કેલ હોય છે

તલવારબાજી-humdekhengenews

પ્રતિસ્પર્ધી પાસે! પણ વેલ ટ્રેઇન્ડ પ્રતિસ્પર્ધી હુમલાને કેવી રીતે રોકવો તેનું હુન્નર સારી રીતે જાણતો હોય છે! ‘સાબરે’ ફોરમેટમાં ખેલાડી તલવારના કોઈપણ હિસ્સાથી પ્રતિસ્પર્ધીના કમરના ઉપરના ભાગમાં કોઈપણ જગ્યાએ હુમલો કરી શકે છે! જ્યારે ‘એપી’ ફોરમેટ સાવ આસાન બોલે તો ઈઝી છે બોસ! બીકોઝ સામસામે ખેલાડીઓ એકબીજાના શરીરના કોઈપણ ભાગમાં માથાથી લઈને પગ સુધી પ્રહાર કરી શકે છે, વળી અહીંયા પ્રહાર કરવાની સેકન્ડો પણ લીમીટમાં હોય છે અને એ રીતે જ અંકો કાઉન્ટ થાય!

તલવારબાજી-humdekhengenews

જાણો તલવારબાજીનો ઈતિહાસ 

ભારતમાં તલવારબાજી છેક મોડે મોડેથી શરૂ થઈ. વર્ષ 1974માં ‘ફેન્સિંગ’ માટે ફેન્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ અને ત્યારબાદ ધીમે ધીમે આ રમત તરફ લોકોનું ધ્યાન ગયું. છેક મોડેથી વર્ષ ૧૯૯૭માં ભારત સરકારે આ રમતને માન્યતા આપી. પછી તો વર્ષ 1999થી પુરુષ અને મહિલા વર્ગ માટે વિવિધ શ્રેણીમાં ચૈમ્પિયનશિપનું આયોજન પણ થતું રહયું. ભારતમાં આ રમતની લોકપ્રિયતા વધારવા માટે FAI દ્વારા વર્ષ 2017-2021 સુધી રણનૈતિક યોજના પર ફોકસ કરવામાં આવ્યું જેમાં શિક્ષા,ભાગીદારી, પ્રતિયોગિતા, સર્વ શ્રેષ્ઠની તાલીમ અને પ્રદર્શન. ભવાની દેવી ભારતના શ્રેષ્ઠ મહિલા ફેન્સર તરીકે મોસ્ટ ફેમસ છે.

ત્રણ પ્રકારના હોય છે ‘ફેંસિંગ’ના ફોરમેટ

‘ધ ફોયલ’, ‘સાબરે’ અને ‘એપે’ ફોરમેટમાં ખેલાડીઓ આગવા અંદાજમાં કરે છે તલવારબાજી

તલવારબાજી-humdekhengenews

આ રમતમાં તૈયારી,બચાવ,જવાબી હુમલો સહિતના દાવ પેચ અજમાવવામાં આવે છે. નેશનલ ગેમ્સ-2022માં ‘ફેન્સિંગ’ રમત સામેલ છે,જેની સ્પર્ધા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાવાની છે.અલગ અલગ રાજયના પ્રતિસ્પર્ધી ખેલાડીઓ સામસામે ટકરાશે ત્યારે તલવારબાજી જોવાનો અને માણવાનો આનંદ અનેરો અને રોમાંચક હશે! વી આર રેડી…! એન્ડ યુ?? લેટ્સ સેલિબ્રેટિન્ગ યુનિટી થ્રૂ સ્પોર્ટ્સ!

આ પણ વાંચો : સુરતઃ ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન

Back to top button