મધ્ય ગુજરાત

અમદાવાદ : 29 અને 30 સપ્ટેમ્બરના AMTS-BRTS બસ સેવા ખોરવાશે

Text To Speech

અમદાવાદીઓ માટે એક ધ્યાન દોરવા જેવા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ પોતાની રોજબરોજની જિંદગીમાં અવરજવર માટે ઉપયોગમાં લેતા AMTS-BRTS બસોની સેવા તેમને આગામી 29 અને 30  સપ્ટેમ્બરે મળશે નહિ. વડાપ્રધાન મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરે 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને લઇ જવા માટે AMTS અને BRTSની બસોનો ઉપયોગ કરવામાં આવશે.

29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે 36 મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આશરે 400 લોકોને લઇ જવા માટે AMTS-BRTS બસોનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

આ સાથે જ 30 સપ્ટેમ્બરે સવારે વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદ મેટ્રોનું ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યું છે, ત્યાં પણ શહરેના અલગ અલગ વિસ્તારમાંથી 800 જેટલા લોકોને લઇ જવા માટે AMTS-BRTS બસોનો ઉપયોગ કરવામાં આવશે. આ બે દિવસ દરમિયાન શહેરીજનો મુસાફરી માટે પોતાના ખાનગી વાહનો અથવા રીક્ષાનો ઉપયોગ કરી શકશે.

Back to top button