ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં 600 સ્વદેશી ડ્રોન ઉડશે આકાશમાં, પ્રથમ વખત યોજાશે શાનદાર ડ્રોન શો

Text To Speech

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીના હસ્તે નેશનલ ગેમ્સની શરૂઆત થાય તેના એક દિવસ પહેલા સાબરમતી નદીના કિનારે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ડ્રોન શો યોજાવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ડ્રોન શોમાં 600 ડ્રોન ઉડાડવામાં આવશે. જે એજન્સી દ્વારા દિલ્હી IIT માં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા તે જ એજન્સી દ્વારા ડ્રોનનો ખાસ કાર્યક્રમ યોજાશે.

drone show
drone show

ખાસ વાત એ છે કે આ ડ્રોન શોમાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ ડ્રોન સ્વદેશી બનાવટના છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે સાંજે 6 કલાકે યોજાનાર ડ્રોન શોનો નજારો અદભુત રહેશે અને લોકોને આ ડ્રોન શો જોવા માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે એટલે કે કોઈ જ ચાર્જ કે પૈસા ચુકવવા નહીં પડે.

drone show
drone show

આવનારી ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ હાથ ધરી દીધી છે. ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. સોમવારે વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ગુજરાતના સફાઈકર્મી સાથે કર્યું ભોજન, મહેમાનગતી જોઈ પરિવાર દંગ રહી ગયો

Back to top button