બનાસકાંઠા : અંબાજી મંદિરમાં ઘટસ્થાપન બાદ નવરાત્રી પર્વનો પ્રારંભ
પાલનપુર: શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે 26 સપ્ટેમ્બર થી આસો નવરાત્રી પર્વ શરૂ થયો છે અને 4 ઓક્ટોમ્બર સુઘી નવરાત્રી પર્વ ચાલશે. અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા અને મંદિર ખાતે ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
વહીવટદાર આર.કે. પટેલે પૂજા-અર્ચના કરી
અંબાજી મંદિરમાં સવારે ઘટસ્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવી હતી. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને અંબાજી મંદિરના પૂજામાં જોડાયા હતા. અંબાજી પાસે આવેલી પવિત્ર કોટેશ્વર નદીના જળથી આ પૂજા કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી ખાતે આજે વિવિધ પક્ષના નેતાઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
બનાસકાંઠા : અંબાજી મંદિરમાં ઘટસ્થાપન બાદ નવરાત્રી પર્વનો પ્રારંભ
વહીવટદાર આર.કે. પટેલે પૂજા-અર્ચના કરી#Navaratri #Navaratri2022 #banaskantha #ambaji #ambajitemple #Palanpur #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/MKaEJ71feq— Hum Dekhenge News (@humdekhengenews) September 27, 2022
શ્રી આરાસુરી અંબાજી માતા દેવાથા ટ્રસ્ટ અને નવયુવક પ્રગતિ મંડળ દ્વારા અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૨ વર્ષ થી પંચમ ગ્રુપ વિસનગર દ્વારા રાસ ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ આનંદ માણે છે. નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા માતાજીની આરાધના કરી ખેલૈયા રાસ ગરબા રમી આનંદ માણી રહ્યા છે.
આ પણ વાંચો: નવરાત્રિના બીજા દિવસે, માતા બ્રહ્મચારીણીને ધરાવો આ ભોગ !