દેશની સર્વોચ્ચ અદાલત અંગે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની સુનાવણી આવતીકાલે 27 સપ્ટેમ્બરથી લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. બંધારણીય બેંચની તમામ સુનાવણી આવતીકાલથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. લાંબા સમયથી તેની માંગ કરવામાં આવી રહી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે શરૂઆતમાં સુનાવણીનું YouTube દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ટૂંક સમયમાં એક નવું પ્લેટફોર્મ સુપ્રીમ કોર્ટ વિકસાવશે
આ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે હાલ આ પ્રસારણ YouTube ઉપર થવાનું છે પણ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણ માટે પોતાનું પ્લેટફોર્મ વિકસાવશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંધારણીય બેંચ સમક્ષ અનેક મહત્વપૂર્ણ મામલાઓની સુનાવણી ચાલી રહી છે. આમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS) માટે 10% અનામતની બંધારણીય માન્યતા, ભોપાલ ગેસ દુર્ઘટનામાં વળતરની પર્યાપ્તતા, બોહરા સમુદાયને બાકાત રાખવાનો અધિકાર શામેલ છે.