ચૂંટણી 2022વર્લ્ડ

અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોથી બે માંથી એકપણને ફાયદો નહીં : વિદેશમંત્રી જયશંકર

Text To Speech

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કર્યા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકર હજુ પણ અમેરિકામાં છે. આજે સોમવારે, તેમણે ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર અનેક વાત કરી હતી. પાકિસ્તાન-અમેરિકાના સંબંધો અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, પ્રમાણિકતાથી કહું તો આ એવો સંબંધ છે જેમાં ન તો પાકિસ્તાનના હિતની સેવા થઈ છે અને ન તો અમેરિકાના હિતની સેવા થઈ છે. આથી અમેરિકાએ વિચારવું પડશે કે આ સંબંધનો શું ફાયદો છે અને તેને તેનાથી શું ફાયદો થવાનો છે.

F 16 અંગે આ નિવેદન આપ્યું એસ.જયશંકરે

તાજેતરમાં, અમેરિકાએ પાકિસ્તાનના F-16 એરક્રાફ્ટના કાફલા માટે 450 યુએસ ડોલર મિલિયનના પેકેજને મંજૂરી આપી છે. કાર્યક્રમમાં જયશંકરને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યારે તમે F-16 જેવા વિમાનની વાત કરો છો, તો તે કહેવું આતંકવાદનો સામનો કરવા જેવું છે. પરંતુ તમે આવું કહીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી. અમને લાગે છે કે દેશો તેમના હિતોના આધારે તેમની પસંદગી કરે છે.

Back to top button