ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના રાજપુર પાસે બનાસ નદીમાં 11 વર્ષનો કિશોર ડુબ્યો

Text To Speech

પાલનપુર : ડીસાના રાજપુર પાસે બનાસ નદીમાંથી નાહવા જતા 11 વર્ષના કિશોરનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. કિશોરની લાશને મોડી રાત્રે પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ડીસાની બનાસ નદીમાં પાંચ વર્ષ બાદ પાણી આવતા આ વર્ષે નદીમાં ડૂબી જવાથી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.ત્યારે રાજપુર વિસ્તારમાં 11 વર્ષનો કિશોર નદીમાં નાહવા જતા ડૂબી ગયો હતો.

પાલનપુર-humdekhengenews

ડીસાના મોચીવાસમાં રહેતા ભવ્ય ધવડ નામનો કિશોર ડૂબ્યોની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી તેની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળના અંતે છેક રાત્રે 2 વાગ્યે કિશોરની લાશ મળી આવી હતી. કિશોર મજુરી કરી ગુજરાત ચલાવતા પરિવારનો અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હોવાનો જાણવા મળ્યું હતું.પોલીસે તેની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર-humdekhengenews

Back to top button