ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનનું રાજકીય ખેંચતાણ, શું કોંગ્રેસને ગુજરાતમાં લઈ ડૂબશે ?

Text To Speech
  • કોંગ્રેસમાં શીર્ષ નેતાઓ ગુજરાતમાં પ્રચારથી દૂર
  • ગેહલોત અને રઘુ શર્મા રાજસ્થાન સાચવશે કે ગુજરાત 
  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ મજબૂત 

હાલમાં રાજસ્થાનમાં રાજકીય હલચલ ચાલી રહી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ પોતાના હાથમાં રાજ્યની કમાન લેવા માટે પૂરતું જોર લગાવી રહ્યા છે. પણ એક વાત નક્કી છે ત્યાં સરકાર અંતે કોંગ્રેસના હાથમાં જ રહેવાની છે કેમકે બંને પાર્ટીના નેતાઓ વચ્ચે જ વિવાદ છે અને ગાંધી પરિવારના નજીકના છે માટે સત્તા હાથમાંથી જઈ શકે તેવી સ્થિતિ નથી. આ બધાની અસર સીધી રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરિણામ પર ચોક્કસથી જોવા મળી શકે છે.

ખાસ નોંધ કરવા જેવી બાબત એ છેકે, અશોક ગહેલોત રાજસ્થાનના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ પણ છે. જ્યારે રધુ શર્મા ગુજરાતના પાર્ટી ઇન્ચાર્જ છે અને રાજસ્થાનમાં સ્વાસ્થય મંત્રી પણ છે. હવે રાજસ્થાનમાં જ રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બંન્ને નેતા પૈકી એક પણ નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે તેમ નથી. જેથી આપ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે પ્રબળ રીતે પ્રવેશ મેળવી શકે છે.

આ પણ વાંચો : રાજસ્થાન કોંગ્રેસમાં રાજનીતિ, ધારાસભ્યોમાં નારાજગી યથાવત્, હાઈકમાન્ડને સોંપાશે અહેવાલ

પરિવાર અને જૂથવાદ મુખ્ય અવરોધ

જૂથવાદના કારણે કોંગ્રેસ સંપૂર્ણ રીતે બદનામ છે. જેમાં પણ રાષ્ટ્રીય સ્તરે પરિવારવાદ અને જૂથવાદનો સામનો કરી રહેલ કોંગ્રેસ માટે હવે રાજસ્થાનમાં પેદા થયેલી સ્થિતિના કારણે ભારે અસહજ થવું પડી રહ્યું છે. તેમજ કોંગ્રેસના માટે નેતૃત્વ સૌથી મોટી મુશ્કેલી બની રહ્યું છે. ભાજપથી લઈ તમામ રાજકીય પક્ષો કોંગ્રેસના નેતાઓ સામે કટાક્ષ કરવાથી લઈ પ્રહારો કરી રહ્યા છે. જેની અસર ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં કોંગ્રેસના કકળાટ પર ભાજપના વાર, કહ્યું- ‘ભારત જોડો’, પહેલા નેતાઓને જોડો’

ગુજરાત કોંગ્રેસ પહેલાંથી જ જૂથવાદ અને નેતૃત્વના કારણે વિવાદમાં છે. ચૂંટણી પહેલાં ઉમેદવારોથી લઈ ઘણાં મુદ્દા પર અનેક અસંતોષી નેતાઓ ગમે ત્યારે બળવો ફુંકે તેવી પણ શક્યતા છે. જેની વચ્ચે ગુજરાતમાં બધા મોર્ચે તમામ સભ્યોને સાથે રાખીને ચાલતાં નેતા અશોક ગેહલોત અને રઘુ શર્મા બંન્ને હવે પોતાના રાજ્યમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ વિપરિત બની શકે છે.

શીર્ષ નેતાઓ હજી પણ ગુજરાતમાં પ્રયારથી દૂર

કોંગ્રેસના શીર્ષ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાથી દૂર છે. જેની વચ્ચે ગુજરાતમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે અને સ્થિતિ બરોબર ચૂંટણી પહેલા જ ડામાડોળ થાય તેવી સ્થિતિ હાલ લાગી રહી છે. જેમાં પણ સૌરાષ્ટ્રમાં નેતાઓના વિવાદ હોય કે આદિવાસી સમુદાયમાં નેતાઓની પસંદગી હોય કે પછી કોંગ્રેસ એનસીપીના ગઠબંધન મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક વિવાદો ચાલી રહ્યા છે. જેની અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરિણામ પર જોવા મળી શકે છે તે વાત નક્કી છે.

આ પણ વાંચો : દિવાળી પહેલાં ચૂંટણી થશે જાહેર, પાટીલે આપ્યા સંકેત

Back to top button