ધર્મનવરાત્રિ-2022

બહુચરાજી: 51 શક્તિપીઠોમાંથી એક, જાણો ઇતિહાસ !

Text To Speech

મહેસાણા જિલ્લામાં આવેલું 51 શક્તિપીઠોમાંનું એક બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક ગૌરવગાથાથી ગૂંથાયેલું છે. જેમાં શક્તિ સ્વરૂપા મા બહુચરની સવારી ‘કૂકડા’નો સુવર્ણ અને પ્રાચીન ઈતિહાસ આજે પણ માનભેર જળવાઈ રહ્યો છે.

બહુચાર માતાના ઉદભવ સાથે જોડાયેલી કથાઓ

આદિદેવ શિવજીનાં પત્ની ઉમા પ્રજાપતિ દક્ષની પુત્રી હતાં. પિતાએ યોજેલા યજ્ઞમાં પતિનું અપમાન થતાં સતીએ યજ્ઞની કુંડમાં પોતાની જાતને હોમી દીધી હતી. આ સાંભળી શિવજીએ ઉમાના દેહને ઊંચકી તાંડવ આરંભ્યું ત્યારે તેમને શાંત કરવા અને વિશ્વને વિનાશથી ઉગારવા દેવોની વિનતીથી શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર ફરતું મૂકી દેહના એકવાન ભાગ કર્યા. આમ, સતીના ઘરેણા અને શરીરના અંગો જ્યાં જ્યાં ભારતભૂમિ પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાયેલી છે. ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠો પૈકીની આ એક છે; અન્ય બે તે આરાસુરમાં આવેલ અંબાજી અને પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠ છે. સતીના અંગનો એક ભાગ એટલે કે ડાબો હાથ અહીં બહુચરાજીની ભૂમિમાં પડેલો.

લોકવાયકાઓ

એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામા આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણ ને આંગણે ચાર દેવી બુટભવાની માતા, બલાડ માતા, બહુચર માતા, બાલવી માતાનો વિક્રમ સંવત ૧૪૫૧, ઈસવીસન ૧૩૯૫,‌ શાક સંવત ૧૩૧૭ અષાઢ સુદ ૨ ના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ ૧૫ ના દિવસે પ્રાગટ્ય થયો હતો અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને “ત્રાગું” કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી. હાલમાં ભારતમાં હીજડા લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.

બહુચર- humdekhengenews

આ પૌરાણીક મંદિરનું નિર્માણ અને ત્યા આવેલ કિલ્લાનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત 1783માં અથવા ઈ.સ 1839 માં કરવામાં આવ્યુ હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા હતા. અને આ ગામોને રૂપિયા 10,500માં પ્રતિ વર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી. આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી.બી.આર. રેલવે વિસ્તરણ કર્યુ હતું. જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠણ બેચરાજી સુધી હતું. કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને ત્યાર બાદ કાલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના ૧૫ દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદ પૂનમના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે.

કેમ મા બહુચરાજીનું વાહન કુકડો છે

માતા બહુચરાજી કુકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં.

જાણો આનંદના ગરબાનું મહત્વ

રાત્રે માતાજીના ચોકમાં ભજનો અને ગરબાઓ ગવાય છે. ત્યારે પણ સેંકડો ભક્તજનો હાજર હોય છે. વાર તહેવાર કે માતાજીનો મેળો હોય ત્યારે તો આ ભજનો અને ગરબાઓ આખી રાત ચાલતા હોય છે.મા બહુચરાજીના મંદિરમાં મેલડીમાતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આજે પણ બહુચરાજીના મંદિરમાં મેલડીમાતાનો ગોખ છે અને તેનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રચલિત છે. અહીં ચૈત્રી પૂનમનાં દિવસે માતાજીનો મોટો પ્રખ્યાત મેળો ભરાય છે. નવરાત્રિના નવ નોરતામાં મંદિરના ચોકમાં ગરબીઓ લેવાય છે. ગરબાઓની રમઝટ જામે છે. અને સેંકડો માણસો આ ગરીબીઓમાં હાજરી આપે છે.

આ પણ વાંચો: આજથી નવરાત્રિ, જાણો 9 દિવસ શું કરવું અને શું ન કરવું?

બહૂચરાજીમાં દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ૩ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે.

Back to top button