ગુલામ નબી આઝાદે કરી નવી પાર્ટીની જાહેરાત, નામ આપ્યુ ‘ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરી છે. ગુલામ નબી આઝાદની નવી પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખવામાં આવશેનું જણાવ્યુ હતુ. તેમણે આજે જમ્મુમાં આ જાહેરાત કરી હતી. ગુલામ નબી આઝાદે ગયા મહિને કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા.
Jammu | Ghulam Nabi Azad announces the name of his new party – 'Democratic Azad Party'
He resigned from the Congress party on August 26th. pic.twitter.com/xKKrVYMvOd
— ANI (@ANI) September 26, 2022
કોંગ્રેસની નીતિઓના કારણે પાર્ટી છોડી
ગુલામ નબી આઝાદે આજે પોતાની પાર્ટી શરૂ કરી છે ત્યારે તે અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. તેમણે પાર્ટીનું નામ “ડેમોક્રેટિક આઝાદ પાર્ટી” રાખ્યું છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી સ્વતંત્ર રહેશે. અમારી પાર્ટીમાં લોકશાહી હશે. તેમજ અન્ય પાર્ટીઓની જેમ અમારી પાર્ટીમાં એક હાથમાં સત્તા નહીં રહે નો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીની નીતિઓથી ગુલામ નબી નારાજ હતા જેને લઈને તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દિધુ હતું.
આજે નવી પાર્ટીની જાહેરાત
ગુલામ નબી આઝાદે આજે પોતાની પાર્ટી સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખ્યું છે. આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીમા નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે.
આ પણ વાંચો: રાજસ્થાન કોંગ્રેસમાં બળવા પર અશોક ગેહલોતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ ધારાસભ્યોની ચાલ