ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનમાં કૉંગ્રેસના કકળાટ પર ભાજપના વાર, કહ્યું- ‘ભારત જોડો’, પહેલા નેતાઓને જોડો’

Text To Speech

રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતના ઉત્તરાધિકારી માટે ચાલી રહેલી રાજકીય રમતમાં ભારતીય જનતા પાર્ટી પણ કૂદી પડી છે. આ રાજકીય સંકટ પર રાજસ્થાન વિધાનસભાના વિરોધપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે જ્યારે સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું છે ત્યારે એકલા મુખ્યમંત્રી શું કરશે? આવા સમયે મુખ્યમંત્રીએ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવી જોઈએ અને ગૃહ વિસર્જનની ભલામણ કરવી જોઈએ.

તેમણે કહ્યું કે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ સરકારની અસ્થિરતા દર્શાવે છે. આ સરકારનો જન્મ આંતર કલહમાંથી થયો હતો અને કમનસીબે આંતર કલહ હજુ પણ ચાલુ છે. રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે પહેલીવાર બહાદુર ધારાસભ્યોએ તેમના હાઈકમાન્ડને પડકાર ફેંક્યો છે.

‘ભારત જોડો’માં મનોરંજન ઘટ્યુ- અનુરાગ ઠાકુર

રાજસ્થાનના રાજકીય સંકટ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘ભારત જોડો’માં મનોરંજન ઓછું થયું છે, હવે રાજસ્થાનમાં પણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સરકાર નામની કોઈ વસ્તુ નથી. કોંગ્રેસમાં ન તો દિશા છે કે ન નેતા. કોંગ્રેસ માત્ર સત્તાનો આનંદ માણવા માંગે છે, જનતાની સેવા કરવા માંગતી નથી.

92 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું

રાજસ્થાનમાં સીએમ પદ માટે સચિન પાયલટનું નામ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર માનવામાં આવતા 92 ધારાસભ્યોએ રવિવારે રાત્રે સ્પીકર સીપી જોશીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્ય વિધાનસભામાં મુખ્ય દંડક મહેશ જોશીએ રવિવારે મોડી રાત્રે કહ્યું કે અમે રાજીનામું આપી દીધું છે અને હવે આગળ શું કરવું તે સ્પીકર નક્કી કરશે.

Back to top button