ચૂંટણી 2022ટ્રેન્ડિંગનેશનલ

દેશના આર્થિક સુધારક અને ભૂતપૂર્વ વડા પ્રધાનનો આજે જન્મ દિવસ,જાણો તેમના વિશે કેટલાક તથ્યો

Text To Speech

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનો આજે 90મો જન્મદિવસ છે. તેમણે 1982-1985 સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર તરીકે સેવા આપી હતી અને પીવી નરસિંમ્હા રાવની સરકારમાં નાણા મંત્રી રહી ચુક્યા છે. તેઓ 1991માં ભારતના આર્થિક ઉદારીકરણ માટે જવાબદાર લોકોમાંના એક હતા. ડૉ. સિંઘે આર્થિક સુધારાઓ રજૂ કર્યા જે ભારતને ઉદારીકરણ તરફ લઈ ગયા. જવાહરલાલ નેહરુ બાદ ડૉ.મનમોહન સિંહ પેહલા વડાપ્રધાન હતા જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ સફડતા પુર્વક પુરો કર્યો હતો અને જે બાદ ફરીથી બીજીવાર પ્રધાન મંત્રી બનવાનો અવસર મળ્યો હતો. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર કેટલીક એવી વાતો જણાવીશુ જે તમે ક્યારેય જાણી નહી હોય

1. મનમોહન સિંહ હિન્દી વાંચી શકતા નથી

મનમોહન સિંહને હિન્દી લખાણને વાંચતા આવડતુ નથી જો કે તે હિન્દી બોલી શકે છે, પરંતુ તે ભાષાની લિપિ વાંચી શકતા નથી. જ્યારે તેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે પણ તેમના ભાષણો ઉર્દૂમાં લખવામાં આવતા હતા કારણ કે તેઓ તેમાં નિપુણ છે. આથી મનમોહન સિંહ ઉર્દૂની લિપિ વાંચતા હતા.

2. ખુબ જ સંઘર્ષમય જીવન જીવ્યા

તેમના જીવનના પ્રથમ 12 વર્ષ સુધી તેમના ઘરમાં વીજળી નહોતી. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ (પંજાબ)માં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. તેનો જન્મ શીખ પરિવારમાં થયો હતો. બાળપણમાં જ તેની માતાનું અવસાન થયું હતું, ત્યારબાદ તેનો ઉછેર તેની દાદીએ કર્યો હતો. નાનપણથી જ મનમોહન સિંહ જી તીક્ષ્ણ મનના હતા, તેમને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, જેના કારણે તેઓ દર વર્ષે વર્ગમાં ટોપ કરતા હતા. પણ તેમના ગામમાં શાળાની સુવિધા ના હોવાને કારણે તે દૂર માઈલો સુધી ચાલીને શાળાએ જતા હતા

3. તેમનો પરિવાર અમૃતસર સ્થળાંતરિત થયો

ઓગસ્ટ 1947 માં ભારતના ભાગલા પછી, ડૉ. સિંહ અને તેમનો પરિવાર અમૃતસર સ્થળાંતરિત થયો હતો જ્યાં તેઓએ શરૂઆતથી જીવનની શરૂઆત કરી. તે સમયે તેની ઉંમર 14 વર્ષની હતી. હિન્દુસ્તાન પાકિસ્તાનના વિભાજન બાદ તેમના પરિવારને અમૃતસર આવવું પડ્યું હતું. આગળનો અભ્યાસ મનમોહન સિંહે પણ કર્યો, તેમણે અહીંની હિંદુ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ગ્રેજ્યુએશન માટે, મનમોહન સિંહ ચંદીગઢ ગયા, જ્યાં તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. વધુ અભ્યાસ માટે તેઓ કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ ભારત પાછા ફર્યા અને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર બન્યા.

4. તેમને વર્ષના નાણામંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા

1991માં મનમોહન સિંહે સરકારી નોકરી છોડીને રાજકારણમાં પગ મૂક્યો હતો. આ સમયે પીવી નરસિમ્હા રાવ વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, તેમણે મનમોહન સિંહ જીને તેમના કેબિનેટ મંત્રાલયમાં નાણાં પ્રધાન બનાવ્યા હતા.આ સમયે ભારત ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું, મનમોહન સિંહજીએ દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. તેમણે સત્તામાં આવતાની સાથે જ સૌપ્રથમ ‘લાયસન્સ રાજ’ નામની યોજના બંધ કરી દીધી હતી,

5. તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાનની ઓફરને નકારી કાઢી

જ્યારે પં. જવાહર લાલ નેહરુએ 1962માં મનમોહન સિંહને સરકારમાં જોડાવાની ઓફર કરી હતી, તેમણે અસ્વીકાર કર્યો હતો કારણ કે તેઓ અમૃતસરમાં તેમની કોલેજમાં ભણાવવાની તેમની પ્રતિબદ્ધતાને અપમાનિત કરવા માંગતા ન હતા. આથી તેમણે તે ઓફર નકારી દિધિ હતી

આ પણ વાંચો: કોંગ્રેસના દાવા પર PM મોદીનો પ્રહાર, કહ્યું- તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કરી દીધા

6.તેઓ ભારતના વડાપ્રધાન બનનાર પ્રથમ બિન-હિન્દુ હતા

ડૉ.મનમોહન સિંહ ભારતના વડા પ્રધાન બનનાર પ્રથમ શીખ અને પ્રથમ બિન-હિન્દુ હતા2004માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં યુપીએ સરકારનો વિજય થયો હતો, આ જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનમોહન સિંહને ભારતના આગામી વડાપ્રધાન તરીકે જાહેર કર્યા હતા. તે સમયે મનમોહન સિંહ લોકસભાના સભ્ય પણ ન હતા, બહુ ઓછા ભારતીયો તેમને ઓળખતા હતા. રાજનીતિમાં તેમની સ્પષ્ટ છબિ હતી, તેમણે ક્યારેય ગંદી રાજનીતિ રમી, જેના કારણે દરેક ભારતીયે તેમને હૃદયથી અપનાવ્યા. 22 મે 2004ના રોજ, મનમોહન સિંહે વડાપ્રધાન પદના શપથ લીધા અને તે પદ સંભાળ્યું.

7. તેમણે ભારતમાં સેવા આપવા માટે UN છોડી દીધું

ડૉ. સિંઘે 1966-1969 દરમિયાન અર્થશાસ્ત્રી રાઉલ પ્રીબિસ્ચ હેઠળ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ સાથે કામ કર્યું હતું, પરંતુ જ્યારે તેમને દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં લેક્ચરર તરીકે કામ કરવાની ઑફર મળી, ત્યારે તેમણે યુએન છોડી દીધું અને ભારત પાછા આવ્યા. આ તે સમય હતો, જ્યારે દરેક તેજસ્વી અર્થશાસ્ત્રી યુએન માટે કામ કરવાનું સપનું જોતા હતા.

Back to top button