ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં અત્યારથી જ ઘમાસાન ચાલી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને લોકોને નવા નવા વચનો આપી આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે રવિવાર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં એટલા આંદોલન કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છુ સરકાર બન્યા બાદ તલાટી, ટેટ ની પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે. ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે જે 01 વર્ષ સુધી માન્ય રહેશે. સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે બસ ભાડું માફ હશે. જેવી સરકાર બનશે ભરતી ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. જો માત્ર તેમાં જ જોવામાં આવે તો એ ક્લિનિકમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો આમને આમ જ મળશે. ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે. ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો યોજાયો રોડ શો