અનેક બીમારીઓથી છુટકારો આપે છે લીલી મેથીના પાન, અહીં જાણો તેના ફાયદા અંગે
ભારતીય પરિવારોમાં મેથીના પાનનો ઉપયોગ દાયકાઓથી થતો આવ્યો છે. કોઈ મેથીના થેપલા બનાવે છે તો કોઈ તેનો શાક તરીકે ઉપયોગ કરીને સ્વાદ માણે છે. પરંતુ શું તમે જાણો છો, મેથીમાં રહેલા ગુણ ડાયાબિટીસ અને હાર્ટ સહિતના રોગોમાં રાહત આપી શકે છે. મેથીનો ઉપયોગ દવા તરીકે થઈ શકે છે. મેથી અનેક ગુણોથી ભરપૂર છે. તેમાં આયર્ન, સેલેનિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, મિનરલ્સ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અહીં મેથીના પાનથી કયા રોગમાં રાહત મળે છે તે અંગે જાણકારી આપવામા આવી છે.
મેથીના પાન આ રોગોને ઘટાડવામાં ફાયદાકારક છે
લીલી મેથીના પાંદડા ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનું સેવન બ્લડ સર્ક્યુલેશનને પણ સામાન્ય રાખે છે.
મેથીના પાંદડા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવામાં અને બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હૃદયની સમસ્યાનું જોખમ ઘટે છે.
મેથીના પાનમાં રહેલ ફાઇબર પાચનમાં મદદરૂપ થાય છે અને કબજિયાતને અટકાવે છે.
મેથીના પાનથી હાઈ બ્લડ પ્રેશરમાં પણ ફાયદો થાય છે. તેમાં રહેલા ગેલાક્ટોમ્નાઇન અને પોટેશિયમ રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરે છે.
મેથીના પાન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
મેથીના પાંદડાનું સેવન કરવાથી અપચો, કબજિયાત અને પેટના ચાંદા અને આંતરડામાં સોજો પણ ઓછો થઈ જાય છે.
મેથીના પાનનું સેવન કરવાથી શરીરમાં ઇન્ફ્લેમેશનની સ્તર ઘટે છે. જે ઉધરસ, બ્રોન્કાઇટિસ, એક્ઝિમા જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે.
મેથીના પાનનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું ઉત્પાદન વધે છે., મેથીના પાન ખાવાથી બ્રેસ્ટમિલ્કનું ઉત્પાદન પણ વધે છે.