ગુજરાતચૂંટણી 2022

પીએમ મોદીએ અનુ.જાતિની બહેનોને હંમેશા અગ્રિમ સ્થાન આપી વિશિષ્ટ જવાબદારી સોંપી છે : પાટીલ

Text To Speech

ગાંધીનગર ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં અનુ.જાતિની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુ. જાતિની મહિલાઓને અગ્રિમ સ્થાન આપી વિશિષ્ટ જવાબદારી સોંપી હંમેશા પ્રેરણા આપી હોવાનુ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અનુ. મોરચા પ્રમુખ ઉપસ્થિત રહ્યા

આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુ.જાતિ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રદ્યુમનભાઈ વાઝાની ઉપસ્થિતિમાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 75 જેટલી અનુસૂચિત જાતિની બહેનો ઉપસ્થિત રહી હતી. જેમને વિશિષ્ટ પ્રકારની કામગીરી કરી છે એમને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ વિશેષ હાજરી આપી હતી.

કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનો લાભ મળે તેવા પ્રયત્નો કર્યા

વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સમાજમાં અગ્રીમ સ્થાન પર અનુ.જાતિની બહેનો પહોંચે અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ તેમજ ભાજપાના સંગઠન દ્વારા થયેલ કાર્યક્રમો થકી એમને આગળ ધપાવવાના પ્રયત્ન થાય છે. પીએમ મોદી અનુસૂચિત જાતિ મોરચાની બહેનોને એક અલગ મહત્વ આપે છે અને જવાબદારી સોંપે છે જેથી સોંપેલી જવાબદારીને લીધે સક્ષમ બની અને સમાજને ઉપયોગી થાય એના માટેના પ્રયત્ન કરે છે.

અનુ.જાતિને મહત્વ આપતા અનેક દાખલ મોદીએ બેસાડ્યા

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિની બહેનોને યોગ્ય સન્માન મળી રહે તેના પ્રયત્નોના અનેક દાખલા મોદીએ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી તો જ્યારે તે મુખ્યમંત્રી બન્યા હતા અને જ્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રહેવા ગયા ત્યારે અનુસૂચિત જાતિની દીકરી પાસે ઘડો મુકાવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પી.એમ નિવાસસ્થાને જ્યારે રહેવા ગયા ત્યારે પણ તે ઘડો અનુસૂચિત જાતિ મોરચાની દીકરી પાસે મૂકાવ્યો હતો અને એક મેસેજ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ દીકરીઓનું સન્માન કરતો આવ્યો છે.

Back to top button