ઉત્તર ગુજરાત

બનાસકાંઠા : પ્રધાનમંત્રીની અંબાજી મુલાકાતને અનુલક્ષી મુખ્યમંત્રીએ અંબાજી સભા સ્થળનું કર્યું નિરીક્ષણ

Text To Speech

પાલનપુર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.જેને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે (રવિવારે) અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અંબાજી મંદિરમાં મા ને શીશ ઝુકાવ્યું

મુખ્યમંત્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને હડાદ રોડ પર ચીખલા ખાતે યોજાનાર સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અંબાજી મંદિરમાં મા ને શીશ ઝુકાવ્યું- humdekhengenews

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે વડાપ્રધાનના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

આ પણ વાંચો: મન કી બાતમાં PM મોદીએ અન્વીની કરી વાત, શું છે તેના સંઘર્ષની ગાથા ?

Back to top button