ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ધોની આવ્યા કંઈ ‘ઘોષણા’ કરવા પણ પછી થયું કંઈક નવું જ

Text To Speech

ભારતને પોતાની કપ્તાનીમાં બે વખત વિશ્વ ચેમ્પિયન બનાવનાર મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે એક જાહેરાત કરી. જોકે ઘણા ચાહકોને લાગ્યું કે ધોની દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ આવું કંઈ થયું નથી. પણ તેમની આ હરકતના કારણે તેઓ ટ્રોલ થયા છે.

ધોનીએ બિસ્કિટ લોન્ચ કર્યા

41 વર્ષીય ધોનીએ Oreo બિસ્કિટ લોન્ચ કર્યું. તેણે એક વીડિયોમાં આ અંગેની માહિતી આપી હતી. ધોનીનું કહેવું છે કે આ બિસ્કિટ વર્ષ 2011માં ભારતમાં આવ્યું હતું અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. હવે ફરી એકવાર તેને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તેના કારણે વર્લ્ડ કપ પણ આવશે. તેણે પોતાની હેરસ્ટાઈલ એવી જ રાખી છે. જોકે તેને મજાક તરીકે લેવામાં આવી રહી છે. ધોનીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી.

એક દિવસ પહેલા જાહેરાત કરી હતી

ઈન્ડિયાન ટીમના પૂર્વ કેપ્ટને શનિવારે પોતાના સોશિયલ મીડિયા (Social media)પેજ પર કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે લાઈવ આવશે. આ પછી, ચાહકોએ 41 વર્ષીય દિગ્ગજની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની અટકળો લગાવી હતી પરંતુ આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. ધોનીએ ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, આ પછી પણ તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું અને તે ચાલુ રાખશે.

Back to top button