મન કી બાતમાં PM મોદીએ અન્વીની કરી વાત, શું છે તેના સંઘર્ષની ગાથા ?
દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતા પ્રધાનમંત્રી મોદીનાં પ્રેણાદાયી કાર્યક્રમ “ મન કી બાત “ માં આ વખતે મોદી સાહેબ દ્વારા સુરતની દિવ્યાંગ દિકરી અન્વી કે જેણે યોગ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેના જીવનમાં યોગને આધારે આવેલા બદલાવ વિશે વિગતવાર વાત કરી હતી.
ગત 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પી.એમ. મોદી સાહેબના નિવાસસ્થાને થી અન્વીએ પરિવાર સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધેલ તે સમયે થયેલ વાતચીતનાં આધારે વડાપ્રધાન મોદી દ્વારા અન્વીના જીવનમાં યોગને કારણે આવેલા અમૂલ્ય પરિવર્તનની વાતથી પ્રભાવિત થયા હતા.
આજની “મન કી બાત “ કાર્યક્રયમાં નરેન્દ્ર મોદીએ યોગનાં કારણે જીવનમાં આવેલા પરિવાર્તન માટે અન્વીને ઉતમ ઉદાહરણ રૂપ ગણાવિ હતી. તેમજ જન્મથી અન્વીને જે શારીરિક અને માનાસિક બીમારીઓ છે છતાં પણ અન્વી, તેના માતા પિતા અને સમગ્ર ઝાંઝરુકીયા પરિવાર દ્વારા હાર માન્યા વગર તેની પરવરીશ કરી છે. તેને સમાજ માટે એક દીવાદાંડી સમાન ગણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું જ્યારે અન્વીને મળ્યો ત્યારથી મને લાગ્યું હતું કે, મારે અન્વીની સંઘર્ષમય સફળતાની વાત દેશ-વિદેશમાં પહોંચાડવી છે અને માટે જ આજના કાર્યક્રમમાં મૈં વિશેષ રૂપે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. દિવ્યાંગતા છતાં પણ જો કોઈ મનથી હાર માન્યા વગર યોગ્ય દિશામાં આગળ વધતા જાય તો સફળતા જરૂર પ્રાપ્ત થાય છે. જે અન્વીએ સાબિત કરી બતાવ્યું છે.
આ પણ વાંચો: ગીર સોમનાથના દરિયા કિનારેથી ચરસના 16 પેકેટ મળી આવ્યા, SOG એ સઘન પૂછતાછ હાથ ધરી
નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું હતું કે, કેટલા ધીરજ અને શાંતિથી અન્વીના માતા-પિતાએ તેની પરવરિશ કરી છે અને અન્વીને કોઈ ઉપર આધારિત ન રહેવું પડે માટે જીવનનિર્વાહ માટે અત્યંત જરૂરી નાની નાની વાત પણ ગંભીરતાથી શીખવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્વીના વિકાસમાં તેના યોગ કોચ નમ્રતાબેન અને તેની શાળાનું યોગદાન પણ નોધપાત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ-વિદેશના સંશોધકોને યોગને કારણે અન્વીમાં આવેલ અમૂલ્ય પરિવર્તનને એક કેસ સ્ટડી તરીકે લઇ તેના ઉપર સંશોધન કરી શકે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે અન્વી પોતાની સઘર્ષ પછી મળેલ સફળતાની વાત લઈ દરેક લોકો સુધી જાય જેથી અન્ય દિવ્યાંગ બાળકોના વાલીઓ પણ પોતાના દિવ્યાંગ બાળકને ઉડવા માટે ગગન આપે અને તે બાળક પણ અન્વીની જેમ નિર્ભીકપાણે સ્વતંત્રતાથી જીવન જીવી શકે.