નેશનલ

‘છેલ્લો શો’ ઈટાલિયન ફિલ્મની કોપી કહેતા ડિરેક્ટર પાન નલિને આપી પ્રતિક્રિયા

Text To Speech

ઓસ્કાર માટે ભારત તરફથી નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી લોકોને ખટકી રહી છે. થોડા દિવસો પહેલાની જાહેરાત બાદથી એક પછી એક વિવાદોમાં ચાલી રહ્યા છે. ગુજરાતી ફિલ્મે RRR ને પછાડીને ઓસ્કર માટે નોમિનેટ થતા ઘણા વિવેચકો અને ચાહકો નાખુશ હતા. પછી, એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ ફિલ્મ ભારતીય પણ નથી, અને કેટલાકે કહ્યું કે તે આઇકોનિક ઇટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની ‘કોપી’ છે. ફિલ્મના ડિરેક્ટર પાન નલિને હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.

ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરોડિસોની કોપી:

ગુજરાતી ફિલ્મે રાજામૌલીની ફિલ્મ RRRને પછડાટ આપીને ઓસ્કારમાં એન્ટ્રી મેળવી હતી અને તેને લઈને ઘણા ચાહકો ભડકયા હતા.તો બીજી તરફ કેટલાક લોકો કહી રહ્યા છે કે, છેલ્લો શો ફિલ્મ પ્રખ્યાત ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરોડિસોની કોપી છે.

ડાયરેકટર પાન નલિને પ્રતિક્રિયા:

તેના પર હવે છેલ્લો શોના ડાયરેકટર પાન નલિને રિએક્શન આપ્યુ છે.નલિને ટ્વિટર પર લખ્યુ હતુ કે, તેઓએ આ ફિલ્મની કોપિ કરી નથી તેમજ ફિલ્મ ઓરિજિનિલ છે. હા ચોક્કસથી તેમણે અન્ય ફિલ્મો માંથી પ્રેરણા લીધી છે કોઈ કોપી કરી નથી. તેમજ તેમણે કહ્યુ હતુ કે આ માટે 14 ઓક્ટોબરના દિવસે થીયેટરમાં જઈને એક વાર ફિલ્મને જુઓ અને જે લોકો પાસે સત્તા છે તેમને જ નક્કી કરવા દો કે આ ફિલ્મ કેવી છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ભારત તરફથી ઓસ્કર માટે નોમિનેશન, શું છે ફિલ્મની વાર્તા ?

ફિલ્મ ફેડેરેશન ઓફ ઈન્ડિયાએ સારુ પ્રદર્શન હોવાનું જણાવ્યુ:

આ પહેલા ફિલ્મ ફેડેરેશન ઓફ ઈન્ડિયાએ છેલ્લો શોની પસંદગીનો બચાવ કરતા કહ્યુ હતુ કે, ગયા વર્ષે વિવિધ એવોર્ડસમાં આ ફિલ્મે બહુ સારો દેખાવ કર્યો હતો.

ઈટાલિયન ફિલ્મની પ્રેરણા હોય શકે છે નકલ નહીં:

તે પહેલા શુક્રવારે ફેડરેશન ઓફ વેસ્ટ ઈન્ડિયા સિને એમ્પોલાઈઝે છેલ્લો શો ફિલ્મની ટીકા કરતા કહ્યુ હતુ કે, આ ભારતીય ફિલ્મ નથી અને સિનેમા પેરોડિસોની નકલ છે.આ સંદર્ભમાં કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. ફેડેરેશન ઓફ ઈન્ડિયાએ તેના જવાબમાં કહ્યુ હતુ કે, ફિલ્મનો એક પણ સીન એવો નથી કે જે ઈટાલિયન ફિલ્મની નકલ લાગતો હોય .કદાચ આ ફિલ્મ તેનાથી પ્રેરિત હોઈ શકે છે પણ આ નકલ તો નથી જ.

Back to top button