લાઈફસ્ટાઈલહેલ્થ

નવરાત્રી: ઉપવાસમાં પણ ગરબા રમવા માટે રહો આ રીતે એનર્જેટિક!

Text To Speech

નવરાત્રિ દરમિયાન રંગરસિયાઓને વધુ એનર્જીની જરૂર પડે છે. સતત ત્રણ-ચાર કલાક થતી એક્સરસાઇઝ માટે તમારે હેલ્ધી રહેવું પણ જરૃરી છે. ગરબા રમવામાં વધુ ને વધુ એનર્જીની જરૂર પડે છે. તો એનર્જી લેવલ ટકાવી રાખવા માટે શું કરશો? તમારે ગરબા દરમિયાન ખૂબ હેવી ફિલ કરવાનું નથી તો શરીરમાં એનર્જી ન રહે તેવું પણ કરવાનું નથી. આ માટે તમારે બેલેન્સ્ડ ડાયેટ અને પૂરતી ઊંઘ લેવી પડશે.

આજથી નવરાત્રિ શરુ થઈ ગઈ છે. તેમજ બે વર્ષ બાદ આ વર્ષે ગરબા રમવાની ચૂત મળતા ખેલૈયાઓ મન મુકીને ગરબે ધુમવાના છે. જોકે વરસાદ થોડો રંગમાં ભંગ પડી શકે તેવી પણ શકે તેવી પણ આગાહી પણ થઈ રહી છે. પરંતુ જે ગરબા રસિકો જે કે જે બે વર્ષથી નવરાત્રિની રાહ જોતા હતા તેઓને ગરબે રમવા માટે કોઈ સમસ્યાઓ નડતી નથી.

કેટલાક લોકો નવરાત્રિનો ઉપવાસ રાખતા હોય છે. ત્યારે તમારું પેટ ખાલી રહે છે અને તમે એક પ્રકારની નબળાઈ અનુભવો છો. જમવા વચ્ચે ખૂબ જ લાંબા સમયનો ગેપ તમને એસિડિટી કરી દે છે. તમારા મેટાબોલિઝમને પણ સ્લો બનાવે છે. દરેક વ્યક્તિએ ત્રણ-ત્રણ કલાકના અંતરે કંઈક હેલ્ધી ખાવું જોઈએ.

તમારા શરીરને હાઈડ્રેટેડ રાખો. સતત લિક્વિડ લેતાં રહો. તેમાં ફક્ત પાણીનો સમાવેશ થતો નથી. તમે સૂપ, જ્યૂસ, દૂધ કે લીંબુપાણી પી શકો છો. આ બધી વસ્તુઓ તમારા બોડીને ક્લીન કરશે અને તમને એનર્જી આપશે.

પાણી- humdekhengenews

  • નવરાત્રિમાં તમારા જમવામાં ટામેટાં, દૂધી, કાકડી, ગ્રીન પાંદડાંવાળી શાકભાજી જેમ કે પાલખનું પ્રમાણ વધારી દો. આ બધું તમને એનર્જી આપશે.
  • આખો દિવસ એનર્જી રહે તે માટે નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ખાતા રહો. જ્યૂસ કરતાં ફ્રૂટ હંમેશાં સારા હોય છે તે વાતનું ધ્યાન રાખો.
  • તમારે ફાઇબરયુક્ત ખોરાક વધુ લેવો પડશે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ પણ ખાસ લેજો. ખાસ કરીને છાશ, લસ્સી, દહીં તમારા આહારમાં સામેલ કરો.
  • ફ્રાઇડ ફૂડ આઇટમ્સ જેમ કે પોટેટો ચિપ્સ, સાબુદાણા વડા ખાવાનું ટાળો, તે શરીરમાં બિનજરૃરી એસિડ વધારશે. જો તમે ઉપવાસ કર્યો હશે અને તમે હેલ્ધી વાનગીઓ નહીં ખાવ તો શરીરમાં એસિડ વધશે અને નવ દિવસમાં તમારું વજન પણ વધી જશે.
  • ગરબા રમવા જાવ તેના એકાદ કલાક પહેલાં જમી લેવું જોઈએ. ગરબા દરમિયાન પણ લો ફિલ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ માટે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક લેવો જોઈએ.
  • તમે તમારી સાથે થોડા ડ્રાયફ્રૂટ્સ, મિલ્કશેક્સ, વીટ પેનકેક કે ચીઝ ક્યુબ રાખી શકો છો.

આ પણ વાંચો: નવરાત્રિમાં વધી જશે તમારા ચહેરાની ચમક, આજથી જ લગાવો આ ફેસ પેક

ફાસ્ટિંગ ક્યારેક ધાર્મિક હેતુથી તો ક્યારેક વેઇટલોસના ઉદ્દેશથી કરવામાં આવે છે. તમારે ફાસ્ટિંગને લાઇફસ્ટાઇલ હેબિટ પણ ન બનાવવી જોઈએ. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે, ખૂબ જ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગ હેલ્થ માટે સારા નથી. સ્ટ્રિક્ટ રીતે કરવામાં આવતા ઉપવાસ તમારું મેટાબોલિઝમ નબળું બનાવે છે. દરેક વ્યક્તિએ બેલેન્સ્ડ ડાયેટ પર ફોકસ કરવું જોઈએ. ફક્ત ઉપવાસ દરમિયાન નહીં, પરંતુ નોર્મલ ડેઝમાં પણ વ્યક્તિએ તેનું પેટ પોષણયુક્ત આહારથી ભરવું જોઈએ. પેટમાં જંકફૂડ કે બિન આરોગ્યપ્રદ ચીજો પધરાવવાના બદલે પોષણક્ષમ વસ્તુઓ ખાઈશું તો ક્યારેય વિટામિન્સ અને મિનરલ્સની કમી નહીં થાય અને ઇમ્યુનિટી પણ સારી રહેશે.

Back to top button