ગુજરાતટ્રેન્ડિંગ

ગીર સોમનાથના દરિયા કિનારેથી ચરસના 16 પેકેટ મળી આવ્યા, SOG એ સઘન પૂછતાછ હાથ ધરી

Text To Speech

ગુજરાતમાંથી હજારો કરોડનો ડ્ર્ગ્સ અને ચરસ સમય અંતરાલે પકડાતો રહે છે. ત્યારે આજે ગીર સોમનાથ માંથી ચરસ પકડાયાના સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને 16 પેકેટ ચરસના મળી આવ્યા છે. તમને જણાવી દઈએ તો ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકથી આ ચરસ પકડાયું છે. ત્યારે આ ચરસના મામલે એસઓજીએ સઘન પુછપરછ હાથ ધરી છે તેમજ અજાણ્યા શખ્સો સામે્ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા એવા ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થોના શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ પેકેટોમાં રહેલ જથ્થાની તપાસ અર્થે પોલીસે એસ.એસ.એલ. ની મદદ લીધી છે. જિલ્લાના દરીયાકાંઠાના વિસ્તારોમાં જિલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. અને મરીન તથા સ્થાનીક પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

DRUGS- HUM DEKHENGE
SOGની ટીમે ચરસનો જથ્થો જપ્ત કર્યો

SOGની ટીમે ચરસનો જથ્થો જપ્ત કર્યો:

ગીર સોમનાથના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત છે. ગયા મહિને 273 જેટલા પેકેટ ભરેલો કોથળો મળી આવ્યા બાદ આજે ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી એસઓજીની ટીમે ચરસના 16 જેટલા પેકેટ જપ્ત કર્યા છે.

SOMNATH- HU, DEKHENGE
દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવ્યો

SOG સહિતની પોલીસ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ:

SOGની ટીમે NDPS એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. હાલ આ મામલે SOG સહિતની પોલીસ ટીમો દરિયાકાંઠે સઘન તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટમાં ત્રણ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 પેકેટમાં 301 કિલો ચરસ મળી આવ્યું હતું. ચરસનો જથ્થો જે રીતે મળી આવ્યો છે, તે જોતા એસઓજીની ટીમે કિનારા પર પેટ્રોલિંગ વધાર્યું છે. હાલ હજુ પણ જિલ્લાના દરીયાકાંઠે SOG સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર ઝુંબેશ શરૂ, CM અમદાવાદ સહિત બનાસકાંઠાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું:

તો બીજી તરફ, રાજકોટના ભગવતીપુરા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. SOG ની ટીમે કાર્યવાહી કરીને મેફેડ્રોન સપ્લાય કરતા સપ્લાયર સહીત ચારની ધરપકડ છે. તેમની પાસેથી સવા 2 લાખના ડ્રગ્સ મોબાઈલ મળી 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 23.08 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સને લઈ નેટવર્કને શોધવા એસઓજી પોલીસે કવાયત શરૂ કરી. ઝડપાયેલામાં ટીપું સુલતાન રફીક શેખ રાજ્કોટનો રહેવાસી છે, બાકી અન્ય ત્રણ ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે.

Back to top button