‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા કથિત રીતે પૂણેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પાડવામાં આવેલા દરોડાની વિરુદ્ધ એક રેલીમાં લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો હિંદુઓ અને મરાઠીઓ મામલો પોતાના હાથમાં લેશે તો તહેવાર દરમિયાન અશાંતિ થશે. શનિવારે જાહેર કરાયેલા તેમના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “ભારતના હિંદુઓ અને આપણા મરાઠી હિંદુઓ જો આ મામલાને પોતાના હાથમાં લેવાનું નક્કી કરશે તો તેમનું શું થશે? મારે કહેવાની જરૂર નથી. જો આવું થશે તો તહેવાર દરમિયાન ભારતમાં અશાંતિ સર્જાશે. તેથી આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને તરત જ બંધ કરી દેવી સારી છે.
‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવનારાઓને રાજ ઠાકરેએ કથિત રીતે કહ્યું હતું કે, “જો તેમની માનસિક સ્થિતિ આવી હોય તો તમારો ધર્મ લો અને પાકિસ્તાન જાઓ. આપણા દેશમાં આવા નાટકને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, “હું કેન્દ્ર અને રાજ્યના ગૃહ પ્રધાનોને વિનંતી કરું છું કે તેઓ આવા સંગઠનો સામે કડક કાર્યવાહી કરે જેથી તેઓ ‘પા’ પણ બોલી ન શકે. જો આવું નહીં થાય તો દેશના હિન્દુઓ તેને ઝૂકવા નહીં દે. તેઓ શું કરી શકે છે તેની વિગતોમાં હું જવા માંગતો નથી.
વીડિયોને ટાંકીને ભાજપે શનિવારે આરોપ લગાવ્યો હતો કે શુક્રવારે જિલ્લા કલેક્ટર ઓફિસની બહાર એક રેલીમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પુણે પોલીસે કહ્યું કે વીડિયોની તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વિરોધ NIA, ED અને મહારાષ્ટ્ર પોલીસની PFI નેતાઓ પર ટેરર ફંડિંગના આરોપમાં સંયુક્ત કાર્યવાહી વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ પણ કથિત ઘટનાની નિંદા કરી અને પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. તેમણે કહ્યું, “કેન્દ્ર સરકાર પાસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદા (UAPA) હેઠળ PFI જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની સત્તા છે. કોંગ્રેસે અગાઉ પણ આવી માંગણી કરી હતી. શું ભાજપ તેના રાજકીય હેતુ માટે આ માંગણી સ્વીકારી રહી નથી?”
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની નિંદા કરી અને તેની સામે પગલાં લેવાનું વચન આપ્યું. રાજ ઠાકરેએ કહ્યું, “સરકારે આવી ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ. NIAએ PFI પર દરોડા પાડ્યા અને ઘણા સભ્યોની ધરપકડ કરી. શા માટે તેઓની ધરપકડ કરવામાં આવી? કારણ એ છે કે તેઓ દેશમાં આતંકવાદી ગતિવિધિઓને ભંડોળ પૂરું પાડે છે. આ એક ગંભીર મુદ્દો છે. તે રાષ્ટ્ર વિરોધી છે.
આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોની આજે આપશે ‘મોટા સમાચાર’, 2 વાગ્યે ફેસબુક પર લાઇવ થશે