યા દેવી સર્વભૂતેષુ… : કાલથી આદ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રિ
કાલ સોમવાર તા. 26મી સપ્ટેમ્બરથી આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષ માં દુર્ગાની સવારી હાથી પર આવી રહી છે. અને હાથી પર જ સવાર થઇને માં જગતજનની વિદાય લેશે. એવી માન્યતા છે કે, મા હાથી પર સવાર થઇને આવે તો સુખ સમૃધ્ધી લઇને આવે છે. નાવ (હોડી)માં સવાર થઇને આવે તો સાધકોને સુખ સમૃધ્ધી લાભદાયી અને કલ્યાણકારી રહે છે. આ વર્ષે પુરા નવ દિવસની નવરાત્રિ છે. એકપણ તીથીનો ક્ષય નથી. આથી માઁ દુર્ગા બ્રહ્મયોગમાં હાથી પર જ સવાર થઇને જશે.
નવરાત્રિને એક દિવસ પહેલા જન્મેલી વ્યક્તિ તમામ કલામાં નિપુર્ણ હોય
શાસ્ત્રોના કથન અનુસાર જો નવરાત્રી શનિવાર કે મંગળવારે શરૂ થતી હોય તો દેવી દુર્ગાનું આગમન અશ્ર્વ પર થાય છે. ગુરૂવાર અને શુક્રવારે નવરાત્રિ શરૂ થતી હોય તો માઁ દુર્ગાનું આગમન પાલખીમાં થાય છે. જ્યારે બુધવારે નવરાત્રિ શરૂ થતી હોય તો નૌકામાં આગમન થાય છે. નવરાત્રિ પર્વ ઉપર અનેક શુભ યોગ બની રહ્યા છે. જેમાં નવરાત્રિના એક દિવસ પહેલાં એટલે કે આવતીકાલે તા. 25મીએ રાત્રે 9-05થી શુકલ યોગ શરૂ થશે. આ યોગમાં જન્મેલી વ્યક્તિ દરેક કલામાં નિપુણ હોય છે. જ્યારે નવરાત્રિ શરૂઆત બ્રહ્મયોગ સાથે થશે. બ્રહ્મયોગ તા. 26મીએ સવારે 8-06 મીનીટે શરૂ થશે. અને તા. 27મી મંગળવારે સવારે 6-44 મીનીટે પુર્ણ થશે. જો કોઇ શાંતિદાયક કાર્ય કરવું હોય કે કોઇ સાથે ઝગડો વાદ વિવાદ હલ કરવા હોય તો આ યોગ શુભ માનવામાં આવે છે. મહાઅષ્ટમી તા. 3 ઓક્ટોબરે અને મહાનવમી તા. 4 ઓક્ટોબરે ઉજવાશે.
નવરાત્રિ દરમિયાન અંબાજી માતાજીના આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર
નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજીના દૃર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવાર 26 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ દિૃવસે સવારે નવથી સાડા દૃસ વાગ્યાના સમયમાં ઘટ સ્થાપન કરવામાં આવશે. સવારની આરતી સાડા સાતથી આઠ વાગ્યે થશે. સવારે આઠ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી ભક્તો દૃર્શન કરી શકશે. બપોરે સાડા બારથી સવા ચાર વાગ્યા સુધી દૃર્શન થશે. જ્યારે સાંજે સાડા છથી સાત વાગ્યા સુધી અને સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દર્શન કરી શકશે. અંબાજી દૃેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર સૂર્યોદૃય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિૃર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા માટે આસો સુદૃ-1 (એકમ) સોમવારથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિરનો કાર્યક્રમ
1. ઘટ સ્થાપન : આસો સુદૃ-1 સોમવારને તા. 26 સપ્ટેમ્બર સવારે 9-00 થી 10-30
2. આસો સુદ-8 (આઠમ) : સોમવારને તા. 3 ઓક્ટોબર આરતી સવારે 6-00 કલાકે
3. ઉત્થાપન : આસો સુદ-8 સોમવારને તા. 3 ઓક્ટોબર સવારે 11-46 કલાકે
4. વિજ્યાદશમી (સમી પુજન) : આસો સુદૃ-10 બુધવારને તા. 5 ઓક્ટોબર સાંજે 5-00 કલાકે
5. દૃૂધ પૌઆનો ભોગ : તા. 9 ઓક્ટોબરને રવિવારના રોજ રાત્રે 12-00 કલાકે કપૂર આરતી
6. આસો સુદ પૂનમ : આસો સુદૃ-15 રવિવારને તા. 9 ઓક્ટોબરને આરતી સવારે 6-00
26 મી સપ્ટેમ્બરથી આરતી તથા દર્શન
આ પણ વાંચો : નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મહત્વ, શુભ મુહૂર્ત અને પુજા વિઘિ