આજે સર્વ પિતૃ અમાવસ્યા : આ 10 સરળ ઉપાય પિતૃ દોષનો પ્રભાવ ઓછો કરશે
જ્યોતિષમાં પિતૃદોષનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. પ્રાચીન ગ્રંથોમાં પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. તેનાથી પીડિત વ્યક્તિનુ જીવન અત્યંત કષ્ટમય થઈ જાય છે. જે જાતકની કુંડળીમાં આ દોષ હોય છે તેને ધનનો અભાવથી લઈને માનસિક ક્લેશનો પણ સામનો કરવો પડે છે. પિતૃદોષથી પીડિત જાતકની ઉન્નતિમાં અવરોધ કરે છે. પિતૃદોષનો પ્રભાવ ઓછો કરવાના અનેક સહેલા અને સરળ ઉપાય પણ છે. તો આવો જાણીએ આ ઉપાય
– સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર તમારા સ્વર્ગીય પરિજનોનો ફોટો લગાવીને તેના પર હાર ચઢાવીને તેમની પૂજા સ્તુતિ કરવી જોઈએ. તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
– ગરીબોને અથવા ગુણી બ્રાહ્મણોને ભોજન કરાવો. ભોજનમા મૃતાત્માની પસંદગીને ઓછામાં ઓછી એક વસ્તુ જરૂર બનાવો.
– સર્વ પિતૃ અમાવસ્યા પર વહેલી સવારે સ્નાન કરી ઉઘાડા પગે શિવ મંદિરમાં જઈને આંકડાના 21 ફુલ, કાચી લસ્સી, બિલીપત્ર સાથે શિવજીની પૂજા કરો. તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે.
– સર્વ પિતૃ અમાવસ્યા પર ગરીબ ક્ધયાના લગ્નમાં સહાયતા કે બીમારીમાં સહાયતા કરવાથી પણ લાભ મળે છે.
– સર્વ પિતૃ અમાવસ્યા પર બ્રાહ્મણોને પ્રતિકાત્મક ગૌદાન એટલે ચાંદીની ગાય દાન કરો. પાણી પીવડાવવા માટે કુવા ખોદાવો કે પછી રસ્તે જતા લોકોને ઠંડુ પાણી પીવડાવવાથી પણ પિતૃદોષથી છુટકારો મળે છે.
– સર્વ પિતૃ અમાવસ્યા પર પવિત્ર પીપળો અને વડના ઝાડ વાવો. વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ શ્રીમદભાગવત ગીતાનો પાઠ કરવાથી પણ પિતરોને શાંતિ મળે છે અને દોષમાં કમી આવે છે.
– સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોના નામ પર ગરીબ વિદ્યાર્થીઓની મદદ કરો અને દિવંગત પરિજનોના નામથી હોસ્પિટલ, મંદિર, વિદ્યાલય, ધર્મશાલા વગેરેનુ નિર્માણ કરાવવાથી પણ અત્યંત લાભ મળે છે.
– આ દિવસે જો બની શકે તો તમારી શક્તિ મુજબ ગરીબોને વસ્ત્ર અને અન્નનુ દાન કરવાથી પણ આ દોષ મટે છે.
– સર્વ પિતૃ અમાવસ્યા પર પીપળાના વૃક્ષ પર બપોરે જળ પુષ્પ ચોખા દૂધ ગંગાજળ કાળા તલ ચઢાવો અને સ્વર્ગીય પરિજનોનુ સ્મરણ કરી તેમનો આશીર્વાદ માંગો.
– સર્વ પિતૃ અમાવસ્યા પર સાંજે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર મહામૃત્યુંજય મંત્ર કે રુદ્ર સુક્ત કે પિતૃ સ્ત્રોત અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરો. તેનાથી પણ પિતૃ દોષની શાંતિ થાય છે.
ત્રિવેણી પૂજનથી તમામ પ્રકારના પિતૃદોષ સહિતના સંકટોમાંથી મળે છે મુક્તિ…
સર્વપિતૃ અમાસ આજે રવિવારના રોજ છે. દરેક પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે આ દિવસે ત્રિવેણી પૂજા કરવી જોઈએ. ત્રિવેણી એટલે ત્રણ દૈવી વૃક્ષોનો સંગમ. જેમાં વડ, પીપળો અને લીમડાનો સમાવેશ થાય છે. જ્યાં આ ત્રણ વૃક્ષો એક જ મૂળ સાથે જોડાયેલા હોય તે સ્થાન ત્રિવેણી બની જાય છે. સર્વપિતૃ અમાસના દિવસે આ ત્રિવેણીની પૂજા કરવાથી અનેક લાભ મળે છે. ત્રિવેણીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તેથી તેમની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા થાય છે. ઘણા લોકો કહી શકે કે રવિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરવામાં આવતો નથી પરંતુ કોઈ ખાસ તહેવારમાં પૂજા અને સ્પર્શ કરવાથી કોઈ દોષ લાગતો નથી. સર્વ પિતૃ અમાસ એક મોટો તહેવાર છે. આ દિવસે સવારે 6.20થી 5.56 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. સાથે જ શુભ યોગ પણ બનશે.
કેવી રીતે કરશો ત્રિવેણી પૂજન ?
સર્વપિતૃ અમાસના દિવસે ત્રિવેણી વૃક્ષના મૂળમાં શુદ્ધ જળ, ગાયનુ કાચુ દૂધ, લાલ ફૂલ અને સાકરનુ મિશ્રણ કરીને અર્પણ કરો. વિવિધ વસ્તુઓ વડે વૃક્ષની પૂજા કરો. ઝાડની 108 પરિક્રમા કરતી વખતે ભગવાન નારાયણના 108 નામનો જાપ કરો અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. (ૐ નમો નારાયણ) અથવા (ૐ નમો ભગવતે વાયુદેવાય) મંત્રનો જાપ કરતા રહો.
ત્રિવેણી પૂજનના લાભ શું છે ?
આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે., ત્રિવેણીની પૂજા કરવાથી ગ્રહોની પીડા દૂર થાય છે., ત્રિવેણી પૂજા શુભ વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જાય છે., દર્દીના રોગ મટી જાય છે., ઉંમર અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય., જે હેતુ માટે સંકલ્પ સાથે પૂજા કરવામાં આવે છે તે હેતુ સિદ્ધ થાય છે.