ટોપ ન્યૂઝનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન : 1 ઓકટોબરનાં રોજ PM મોદી દેશને આપશે 5G ની ભેટ

Text To Speech

5G : દેશમાં લાંબા સમયથી 5G નેટવર્કની રાહ જોવાઈ રહી છે.ત્યારે આગામી 1 ઓક્ટોબરથી દેશમાં 5G સેવા શરૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’માં 5G સેવાઓ લોન્ચ કરશે. દિલ્લીના પ્રગતિ મેદાન ખાતે યોજાનારી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ 4 ઓક્ટોબર સુધી ચાલવાની છે. એશિયાના સૌથી વિશાળ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો કરતા IMC આયોજન સંયુક્તરૂપે DoT અને COAI દ્વારા કરવામાં આવે છે. ભારત સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના કાર્યક્રમમાં ભારતમાં 5જી સેવાઓ શરૂ કરશે. એશિયાના સૌથી મોટી ટેકનોલોજી મંચ ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસ ( IMC ) ના કાર્યક્રમમાં પીએમ મોદી દેશને 5જી સેવાની ભેટ આપશે.

5જી ટેલિકોમ સેવાઓની 80 ટકા કવરેજનો લક્ષ્ય પાર પાડ્યો છે

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે ટૂંકા ગાળામાં દેશમાં 5જી ટેલિકોમ સેવાઓના 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યો છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 5G ની યાત્રા ખૂબ જ રોમાંચક રહશે. ઘણા દેશોને 40 ટકાથી 50 ટકા કવરેજ સુધી પહોંચવામાં વર્ષોનો સમય લાગ્યો હતો. પરંતુ અમે ખૂબ જ આક્રમક સમયરેખાને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ અને સરકારે ટૂંકા ગાળામાં 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યો છે.

4G કરતાં 20 ઘણી વધું સ્પીડ રહશે

4G LTE કરતા 5Gની 20 ગણી વધુ ઝડપે પહોંચે તેવી શક્યતા છે. 4G LTE ની પીક સ્પીડ 1GB પ્રતિ સેકન્ડ છે. 5G સૈદ્ધાંતિક રીતે 20GB પ્રતિ સેકન્ડની ઝડપ હાંસલ કરી શકે છે. અલબત્ત આ તે છે જેને તમે ‘પીક સ્પીડ’ કહી શકાય છે.

Back to top button