ઉત્તર ગુજરાતગુજરાત

હવે…! ડીસા સાઈબાબા મંદિર પાસે ગૌ સેવકોના ધરણાં

Text To Speech

પાલનપુર : ગુજરાતની પાંજરાપોળો અને ગૌશાળાઓ માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રૂપિયા 500 કરોડની સહાયના મુદ્દે શુક્રવારે સરકારી કચેરીઓમાં ગાયોને છોડી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ આંદોલન દરમિયાન અનેક સાધુ -સંતો અને ગૌ સેવકોની અટકાયત પણ કરવામાં આવી હતી. જ્યારે એલીવેટેડ ઓવરબ્રીજ ઉપર ટાયરો સળગાવાયા હતા.

આમ દિવસ દરમિયાન જિલ્લામાં અફડાતફડીનો માહોલ સર્જાયેલો રહ્યો હતો. ગૌભક્તો હવે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. સરકારે જાહેર કરેલ રૂપિયા 500 કરોડ તાકીદે આપે તેવી માગણી સાથે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની માંગછે. ત્યારે શનિવારે પણ આ આંદોલન ચાલુ રહ્યું હતું. જેમાં ડીસાના સરદાર બાગ (સાંઈબાબા મંદિર) આગળ સાધુ- સંતો અને ગૌસેવકોએ ધરણા કાર્યક્રમ શરૂ કર્યો છે.

જેમાં જ્યાં સુધી સરકાર સહાય નહીં ચૂકે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર ગૌસેવકોએ કર્યો છેમ આ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ ચાલુ રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

પાલનપુર-humdekhengenews

ગૌ સેવકોના 18 દિવસથી અનશન

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભોરોલ ગામના ગૌ સેવક રાજપુત રાણાભાઇ અને ગોલપ નેસડા ગામના રમેશભાઈ ગામોટ ગૌમાતા ની મુખ્ય મંત્રી પોષણ યોજનામાં જે રૂપિયા 500 કરોડની જાહેરાત કરાઈ છે. તે હજુ સુધી સરકારે નહીં ચૂકવતા છેલ્લા ૧૮ દિવસથી તેમને અન્નનો ત્યાગ કરીને અનશન ઉપર ઉતરેલા છે.

Back to top button