નિર્મલ લાખેલા અભિયાન અંતર્ગત લાખેલા લેકની SDM જયપાલ સિંહના નેતૃત્વ હેઠળ થઇ કાયાપલટ
પર્યટકો માટે ફરવા માટેની બેસ્ટ જગ્યા એટલે રાજસ્થાન. રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ અને કુંભલગઢ એટલે કુદરતનાં જાદુનોનો અદભુત નઝારો. પર્યટકો માટે રાજસ્થાનમાં કુંભલગઢ આવેલું લાખેલા લેકએ ફરવા માટે અને પિકનિક માટે બેસ્ટ જગ્યા તરીકે ઉભરી આવી છે.
તળાવમાંથી કચરો હટાવાની કામગીરીની કરવામાં આવી શરૂઆત
રાજસ્થાનના કુંભલગઢમાં લાખેલા લેકનો અદભુત નઝારો જોવા મળે છે. કુંભલગઢમાં આવેલો લાખેલા લેકમાં SDM જયપાલ સિંહ રાઠોડ અને તહસીલદાર રણજીત સિંહ ચારણ દ્વારા લગભગ 20 દિવસ પહેલા શરૂ કરાયેલા નિર્મલ લાખેલા અભિયાન ની શરૂવાત કરવામાં આવી હતી.અને ત્યાર બાદ આ અભિયાનમાં દરેક વર્ગના લોકો જોડાતા આ લેકમાંથી કચરો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કેવી રીતે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું ?
રાજસ્થાનના કુંભલગઢમાં આવેલા લાખેલા લેકમાં પહેલા દિવસે એક જગ્યાએથી તળાવમાંથી કચરો બહાર કાઢવાની શરુવાત કરવામાં આવી હતી, ત્યાર બાદ SDMએ તેને એક અભિયાન બનાવીને તમામ વર્ગનાં લોકોને જોડીને તેને નવો લુક આપ્યો હતો.દરરોજ ૩ કલાક શ્રમદાન કરતા હતા
આ અભિયાને પાર પાડવા માટે અલગ-અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા દરરોજ સવારે 3 કલાક શ્રમદાન કરતા હતા. પરંતુ આ અભિયાનએ શનિવારે તે મેગા શ્રમદાનમાં ફેરવાઈ ગયું હતું. અને 200 થી વધુ કર્મચારી અને સામાન્ય નાગરિકોએ મળીને સમગ્ર પરિસરની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.SDM જયપાલ સિંહે શું કહ્યું ?
SDM જયપાલ સિંહે વધુંમાં જણાવ્યું હતું કે, પહેલા દિવસે તળાવની સફાઈ કર્યા બાદ એવું લાગ્યું કે દેશ તેમજ વિદેશના પર્યટકો માટે એક નવું સ્થળ હોવું જોઈએ, આ માટે દરેક વર્ગના લોકો જોડાયા અને આ પરિણામ બહાર આવ્યું હતું.
નિર્મલ લાખેલા અભિયાન અંતર્ગત લાખેલા લેકની SDM જયપાલ સિંહના નેતૃત્વ હેઠળ થઇ કાયાપલટ
SDM જયપાલ સિંહ અને મામલતદાર રંજીત સિંહે કામગીરી અંગે આપી માહિતી #kumbhalgadh #Rajasthan #LakhelaLake #Gujarat #Lake #GujaratiNews #HumDekhengenews pic.twitter.com/dLItYZtul5
— Hum Dekhenge News (@humdekhengenews) September 24, 2022
કિશન પાલીવાલ સરપંચ યુનિયનના પ્રમુખ બિશનસિંહ રાણાવત જીપ્સી એસોસિએશનના પ્રમુખ અલ્પેશ આસાવા પ્રેમસુખ શર્મા પટવારી મુકેશ કુમાર પટવારી પ્રેમ કુમાર નાયક જય દેવસિંહ સોલંકી સંજય મીના ડો. નાગેન્દ્ર પાલ સિંહ સહિત તમામ સેક્રેટરી પટવારી કેલવારા વેપારી મંડળ, 200 થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કુંભલગઢમાં પર્યટકો માટે નવું નજરાણું, લાખેલા લેક બનશે પિકનિક સ્પૉટ