વર્લ્ડ

પાકિસ્તાનના PMએ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, ભારતે સ્પષ્ટ સંભળાવ્યું આતંકી સમર્થક દેશના નેતા જૂઠાણું ફેલાવે છે

Text To Speech

નવી દિલ્હી,

ભારતે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77માં સત્રમાં શુક્રવારે ભારત વિરોધી નિવેદનો કરવા બદલ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સચિવ “મિજિટો વિનિટો”એ કાશ્મીર મુદ્દા પર શહબાઝ શરીફના દાવાઓને નકારી કાઢ્યા છે અને ઈસ્લામાબાદ પર “સીમા પારના આતંકવાદ“માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો.

UNમાં પાક પીએમની કશ્મીર મુદ્દે ટીપ્પણી
UNનાં સત્રને સંબોધિત કરતા શહબાઝ શરીફે કહ્યું હતું કે જમ્મૂ – કશ્મીરનાં વિશેષ દરજ્જાને બદલવા માટે 5 ઓગસ્ટ 2019નાં રોજ ભારતનાં ‘ગેરકાનૂની અને એકતરફા’ પગલાએ શાંતિની સંભાવનાઓને નબળી પાડી છે અને ક્ષેત્રીય તણાવને ભડકાવ્યો છે. ત્યારે આ નિવેદનનાં જવાબમાં પોતાના અધિકારનો ઉપયોગ કરીને ભારતે જોરદાર પલટવાર કર્યો છે.
ત્યારે આ આરોપને લઈને વિનિટોએ કહ્યું કે, “આ ખેદજનક છે કે પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર ખોટા આરોપો લગાવવા માટે આ પ્રતિષ્ઠિત મેળાવડાના મંચને પસંદ કર્યું છે. જેને વિશ્વ અસ્વીકાર્ય માને છે.”

પોતાના દેશના કુકર્મોને છુપાવવા માટે ભારત પર ખોટા આરોપ

પાક પીએમની ટીકા કરતા વિનિટોએ કહ્યું હતુ કે, ‘જ્યારે અલ્પસંખ્યક સમુદાયની હજારો સંખ્યામાં યુવા મહિલાઓનું એસઓપીનાં રૂપમાં અપહરણ કરવામાં આવે છે, તો આપણે આ બાબતે શું નિષ્કર્ષ કાઢવો? તેમજ તેમણે પાક પીએમના આપેલ બધા જ નિવેદનોને ખોટા હોવાનું જણાવી દીધુ હતુ. અને પીએમ શહબાઝનાં નિવેદનોને ખેદજનક જણાવતા તેમણે પોતાના જ દેશમાં કુકર્મોને છુપાવવા માટે આવા ખોટા આરોપો લગાવતા હોવાની વાત પણ કરી હતી.

વિનિટોએ કહ્યું, “એવી રાજનીતિ જે દાવો કરે છે કે તે તેના પડોશીઓ સાથે શાંતિ ઇચ્છે છે, તે ક્યારેય સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત કરશે નહીં, અને નિશ્ચિતપણે તેઓએ ભારતની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે.

આ પણ વાંચો:Nભારતીય નેવીની વધશે તાકાત, સરકાર ખરીદશે 1700 કરોડની ‘બ્રહ્મોસ’ મિસાઈલ

Back to top button