માઉન્ટ આબુમાં જોવા મળ્યો મોસમનો અદભુત નજારો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સવારથી જ વાદળો છવાયેલા હતા. અને ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસભર્યા વાતાવરણનો નજારો માણવા પર્યટકો પણ મોટી સંખ્યામાં માઉન્ટ આબુ ખાતે આવી રહ્યા છે.
અહીંના નખ્ખી તળાવ નજીક તેમજ અન્ય માર્ગો પર લોકો ધુમ્મસની તસવીરોને મોબાઇલના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. તો ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહનની લાઈટો દિવસે પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
માઉન્ટ આબુમાં જોવા મળ્યો મોસમનો અદભુત નજારો#MountAbu #nature #NatureBeauty #naturelovers #NaturePhotograhpy #scenery #Rajasthan #Rajasthannews #Video #VideoViral #ViralVideo #Gujarat #gujaratinews #Humdekhengenews pic.twitter.com/hxRWiNxZp1
— Hum Dekhenge News (@humdekhengenews) September 23, 2022
આ વખતે ચોમાસુ સારું રહેતા પર્વતીય વિસ્તારમાં પણ હરિયાળી ચાદર પથરાયેલી છે. જે પ્રવાસીઓને મોહિત કરી રહી છે.અરવલ્લીની પર્વતમાળામાં હરીયાળી ચાદર પથરાયેલી જોઈને પ્રવાસીઓ નયન રમ્ય દ્રશ્યોનો નજારો માણી રહ્યા છે. પ્રવાસીઓમાં માઉન્ટ આબુના આહલાદક વાતાવરણને લઈને ખુશીની લહેર જોવા મળી રહી છે.