યુટિલીટી
ભારે ભરખમ લાઈટબીલથી પરેશાન ? આ રીતે ઘરમાં વીજળી બચાવો..
ગેજેટ્સ વધવાની સાથે હવે ઘરમાં રિમોટની સંખ્યા વધી રહી છે. લોકો ઘણા ખરા ગેજેટ્સ માત્ર રિમોટથી જ બંધ કરતા હોય છે. આમ કરવાથી વીજળીનું બિલ વધતું રહે છે.
કોઈ પણ ડિવાઈસને રિમોટથી બંધ કર્યા પછી તેની સ્વીચ પણ બંધ કરવી જોઈએ. તેનાથી બિલમાં થતો ઘડાટો કદાચ ઓછો લાગશે. પરંતુ લાંબા ગાળે ઘણા રૃપિયા બચી શકશે.
એ રીતે કેટલાક લોકો જરૃરી ન હોય એવી પીન પણ પ્લગમાં ભરાવી રાખતા હોય છે. તેની સ્વીચ પણ સતત ચાલુ હોય છે.જેમ કે ઘણા ઘરોમાં મોબાઈલ ચાર્જર પ્લગમાં ભરાવેલું હોય છે અને સતત સ્વીચ ચાલુ હોય છે.
આ પણ વાંચો: “સાડી કે ફોલ સા, કભી મેચ કિયા રે” , દેશમાં સાડીનો બિઝનેસ 1 લાખ કરોડને પાર !
તેનાથી વીજળીનો વપરાશ થતો રહે છે અને એ વપરાશ બિલમાં વધારો કરે છે. માટે સ્વીચ બંધ કરવી અને જેની જરૃર ન હોય એ પીન પ્લગમાં ભરાવી ન રાખવી એ બે આદત પાડવા જેવી છે.