હવે ચીન પર ભારતની બાજ નજર, અમેરિકા સાથે મળીને બનાવશે ડ્રોન
ભારતીય સરહદ પર ચીનની હરકતો પર નજર રાખવા માટે ભારત અમેરિકાની મદદથી ડ્રોન બનાવશે. પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સંયુક્ત રીતે ડ્રોનનું નિર્માણ કરશે, કારણ કે વોશિંગ્ટન ચીનનો સામનો કરવાના માર્ગ તરીકે દિલ્હી સાથે ગાઢ સંબંધો ઇચ્છે છે. અધિકારીએ કહ્યું કે ભારત માત્ર આ ડ્રોન જ નહીં બનાવે પરંતુ તે તેના પડોશી દેશોમાં નિકાસ પણ કરી શકશે.
ચીન ભારતમાં ગમેતે રીતે ઘુષણખોરીના બહાના શોધતુ હોય છે આથી ભારતે તેના પર નજર રાખવા માટે ડ્રોન લાવવાનું નક્કી કર્યુ હતુ પણ ફરી આ અંગે મળતા એહવાલ મુજબ ભારત ડ્રોન જાતે બનાવશે જેના માટે અમેરિકા ભારતનો સપોર્ટ કરશે. ત્યારે આ અંગેની માહિતી આપતા અધિકારીએ કહ્યું કે ભારત તેના હથિયારોમાં વિવિધતા લાવવા માંગે છે, જે મુખ્યત્વે રશિયન બનાવટના છે. આ માટે ભારત પોતાના સંરક્ષણ ઉદ્યોગો વિકસાવવા માંગે છે.
અમેરિકા અને ભારત એકજૂઠ
ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ ડિફેન્સ એલી રેટનરે પત્રકારોને જણાવ્યું હતું કે, “વ્યવહારિક રીતે, તેનો અર્થ એ છે કે અમે ભારત સાથે મળીને સહ-ઉત્પાદન અને સહ-વિકાસ ક્ષમતાઓ પર કામ કરીશું જે ભારતના પોતાના સંરક્ષણ આધુનિકીકરણ માટે મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવી દઈએ કે અમેરિકા અને ભારત વચ્ચે ઘણા વર્ષો સુધી સંબંધો સામાન્ય હતા, પરંતુ ચીનની આક્રમક રણનીતિ અને સાવચેતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં દેશોને એકસાથે લાવી દીધા છે.
ભારત-અમેરિકા મળીને ડ્રોન બનાવશે
2016 માં, યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને “મુખ્ય સંરક્ષણ ભાગીદાર” તરીકે નિયુક્ત કર્યું. ત્યારથી, બંને દેશો એવા કરારો પર હસ્તાક્ષર કરી રહ્યા છે જે ઉચ્ચ-વર્ગના શસ્ત્રોના ટ્રાન્સફરની સુવિધા આપે છે અને સૈન્ય સહયોગને વધુ ગાઢ બનાવે છે. આ કરાર હેઠળ ભારત-અમેરિકા મળીને ડ્રોન બનાવશે. ભારત પણ પોતાના સંરક્ષણ સાધનો બનાવવા ઉત્સુક છે.
આ પણ વાંચો: અમેરિકામાં ઈરાનના રાષ્ટ્રપતિ રઇસીનું અપમાન, મહિલા એન્કરે હિજાબ પહેરીને ઈન્ટરવ્યૂ લેવાનો ઈનકાર કર્યો