ગાંધીનગર : આંદોલન કરતાં કર્મચારીઓ સામે સરકાર એક્શનમાં, પોલીસે આપી ખાસ સૂચના
રાજ્ય સરકાર દ્વારા લગભગ તમામ આંદોલનનો અંત લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓમાં વિરોધની લાગણી હજી પણ ચાલી રહી છે. જેના માટે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી કે કોઈ પણ કર્મચારીઓ આંદોલન માટે એકત્ર ન થાય તેવા પ્રયત્ન જિલ્લા પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ગૌસેવકોનું આંદોલન બન્યું આક્રમક : બનાસકાંઠાની ગાયો અને સરકારી કચેરીઓમાં છોડી મુકાઈ
આ માટે ગાંધીનગર જિલ્લા પોલીસ ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું કે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી. કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા પોલીસ : આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી
ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ આપી માહિતી#DYSP #Gandhinagar #healthworker #andolan #MKRana #strike #permission #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/1U7vaS9Lrd— Hum Dekhenge News (@humdekhengenews) September 23, 2022
આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારીઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે. 8 ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.
જો કે હજી સુધી કોઈ પણ પ્રકારના જવાબ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યા નથી. જેના કારણે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે કોઈ પણ ઘર્ષણ ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શનની તૈયારીઓ પણ ચાલી રહી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.