બિઝનેસ

રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ USની કૈલક્સનો 20 ટકા સ્ટેક ખરીદશે, 1.2 કરોડ ડોલરનું રોકાણ કરશે

Text To Speech

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ફુલ ઓન્ડ સબ્સિડિયરી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ (RNEL)એ અમેરિકાની કૈલક્સ કોર્પોરેશનમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી કૈલક્સ કંપનીમાં 20 ટકા ભાગીદારી માટે રિલાયન્સ ન્યૂ એનર્જી 1.2 કરોડ ડોલરનું રોકાણ કરશે. આ ડીલથી એડવાન્સ સોલર સેલ ટેક્નોલોજીમાં કંપનીને મજબૂતી મળશે તેવી આશા છે.

બંને કંપનીઓએ સાઈન કર્યા એગ્રીમેન્ટ
આ ડીલ નેકસ્ટ જનરેશનની સોલર ટેક્નોલોજી ડેવલપ કરનારી કૈલક્સને અમેરિકાની સાથે વિશ્વભરના માર્કેટમાં પગ જમાવવા માટે મદદ કરશે. બંને કંપનીઓ તેના માટે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ સાઈન કર્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ખુશી વ્યક્ત કરી
આ રોકાણ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું, “કૈલક્સમાં રોકાણથી વર્લ્ડ ક્લાસ ગ્રીમ એનર્જી પ્રોડક્શન ઈકો સિસ્ટમ બનાવવાની અમારી સ્ટ્રેટેજી મુજબ છે. અમારું માનવું છે કે કૈલક્સની પેરોવ્સ્કાઈટ આધારિત સોલર ટેક્નોલોજી અને ક્રિસ્ટલીય સૌર મોડ્યૂલ અમને આગામી તબક્કામાં પહોંચાડવામાં મદદ કરશે. અમે તેના પ્રોડક્શન ડેવલપમેન્ટ અને તેની ટેક્નોલોજીના કોમર્શિયલાઈઝેશનમાં ઝડપ આવે તે માટે કૈલક્સ ટીમની સાથે કામ કરીશું.”

કૈલક્સ કોર્પોરેશનના CEO સ્કોટ ગ્રેબીલે શું કહ્યું
કૈલક્સ કોર્પોરેશનના CEO સ્કોટ ગ્રીબલે રિલાયન્સ એક મુખ્ય રોકાણકારણ તરીકે સામેલ થાય છે, તેને લઈને ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “અમે ક્રિસ્ટલીય સૌર મોડ્યૂલને વધુ કુશળ અને સસ્તાં બનાવવા તેમજ અમારી મેન્યૂફેક્ચરિંગ કેપિસિટિના વિસ્તરણ પર ધ્યાન આપીશું. અમે રિલાયન્સની વૈશ્વિક વિસ્તાર યોજનાઓ અને ઉત્પાદ રોડમેપનો સપોર્ટ કરીએ છીએ.”

શું છે કૈલક્સની ખાસિયત- રિલાયન્સને કઈ રીતે મળશે મદદ
કૈલક્સ, પેરવ્સ્કાઈટ આધારિત સોલર ટેક્નોલોજી માટે જાણીતી છે. કંપની ઉચ્ચ ક્વોલિટીના સૌર મોડ્યૂલ બનાવે છે જે 20 ટકા વધુ વીજળીનું ઉત્પાદન કરી શકે છે. 25 વર્ષ સુધી વીજળી પૈદા કરી શકનાર, તેના સોલર પ્રોજેક્ટનો ખર્ચ પણ ઘણો ઓછો છે. તો રિલાયન્સ ગુજરાતના જામનગરમાં એક વર્લ્ડક્લાસ ફોટોવોલ્ટિક ગીગા ફેક્ટરી લગાડવા જઈ રહ્યું છે. આ રોકાણથી રિલાયન્સ, કૈલક્સની પ્રોડક્ટનો લાભ લઈ શકશે અને વધુ શક્તિશાળી તેમજ સસ્તાં સૌર મોડ્યૂલ્સનું ઉત્પાદન કરી શકશે.

Back to top button