ગૌસેવકોનું આંદોલન બન્યું આક્રમક : બનાસકાંઠાની ગાયો અને સરકારી કચેરીઓમાં છોડી મુકાઈ
પાલનપુર: રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરાયા બાદ તે ગૌશાળા અને પાંજરાપોળોને ના ચુકવાતા સંસ્થાના સંચાલકોએ આંદોલનના મંડાણ કર્યા હતા. જેમાં અગાઉ નક્કી કરેલી રણનીતિ મુજબ 23 સપ્ટેમ્બર ના રોજ તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓમાંથી ગાયોને છોડીને સરકારી કચેરીમાં મોકલી આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેને લઈને શુક્રવારે વહેલી સવારથી જ પાંજરાપોળો અને ગૌશાળાઓમાંથી ગૌ સેવકોએ ગાયોને છોડી અને સરકારી કચેરીઓ તરફ હંકારી લઈ ગયા હતા. જેમાં ડીસા-કાંટ પાંજરાપોળ, લાખણી, ભાટવર, સેકરાની ગૌશાળા અને પાંજરાપોળના ગૌ સેવકો દ્વારા ગાયોને સરકારી કચેરીઓમાં લઈ જવાઈ રહી છે. આ દરમિયાન પોલીસે પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ગૌસેવકોની અટકાયત કરવાનું શરૂ કર્યું છે.
ગૌસેવકોનું આંદોલન બન્યું આક્રમક : બનાસકાંઠાની ગાયો અને સરકારી કચેરીઓમાં છોડી મુકાઈ
અનેક ગૌ સેવકોની પોલીસે કરી અટકાયત #banaskatha #gausala #Palanpur #Police #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/xYYpGAOwBZ— Hum Dekhenge News (@humdekhengenews) September 23, 2022
જ્યારે થરાદની સરકારી કચેરીમાં પણ ગાયોને વહેલી સવારે છોડી મૂકવામાં આવી હતી. જેને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયેલો છે. હાઇવે પર પણ ગાયોને છોડીને ત્યાં જ ઘાસચારો નાખવામાં આવતા કેટલાક માર્ગોના વાહન વ્યવહારને અસર થતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાયેલી છે. ડીસાના કાંટ પાંજરાપોળમાંથી પણ સવારે ગાયોને છોડી મૂકવામાં આવી હતી. કાંટ પાંજરાપોળમાં ટેટોડા ના બાપજી, હીનાબેન, કિશોરભાઈ દવે અને પરેશ પંચાલ સહિતના ગૌ સેવકોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
જ્યારે થરાદ ગૌશાળા પાંજરાપોળથી રાણાજી રાજપુત, રાણાજી ગોહિલ, રાજુભાઈ માળી, ઢીમાના જાનકીદાસ મહારાજ અને રામભાઈ રાજપૂત સહિતના લોકોની પણ પોલીસે અટકાયત કરી છે. જ્યારે જુનાડીસાની રાધે ક્રિષ્ના ગૌશાળાના સંત ભરત ગીરીની પણ અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળોમાંથી આજે શુક્રવારે વહેલી સવારથી જ ગાયોને છોડીને સરકારી કચેરીઓમાં મોકલી આપવાનો અને કાર્યક્રમ ઉગ્ર બની રહ્યો છે. જેને લઈને પોલીસ પોલીસને ભારે દોડધામ કરવી પડી રહી છે.
લાખણી ગૌશાળાની ગાયો સરકારી કચેરી રવાના કરાઈ
આંદોલનના પગલેસરકારી કચેરીઓમાં ગાયોને છોડી મૂકવાની ચીમકી.. શુક્રવારે સવારથી જિલ્લાને મોટાભાગની ગૌશાળાઓમાંથી ગાયોને છોડીને સરકારી કચેરીઓમાં ગૌ પ્રેમીઓ લઈ જઈ રહ્યા છે#banaskatha #gausala #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/kedJ9DTwer
— Hum Dekhenge News (@humdekhengenews) September 23, 2022
લાખણી ગૌશાળાની ગાયો સરકારી કચેરી રવાના કરાઈ
સહાયના મુદ્દે છેલ્લા એક માસથી ચાલી રહેલા આંદોલનના પગલે શુક્રવારે સરકારી કચેરીઓમાં ગાયોને છોડી મૂકવાની ચીમકી અપાયા બાદ શુક્રવારે સવારથી જિલ્લાને મોટાભાગની ગૌશાળાઓમાંથી ગાયોને છોડીને સરકારી કચેરીઓમાં ગૌ પ્રેમીઓ લઈ જઈ રહ્યા છે. જેમાં શ્રી કામધેનુ ગૌશાળા લીબાઉની ગાયો લાખણી તાલુકામાં મામલતદાર કચેરી જવા રવાના કરાઈ હતી. મોટી સંખ્યામાં ગોવાળો હાઇવે માર્ગ ઉપર ગાયોને લઈ જઈ રહ્યા છે. હજુ પણ વધુ ગૌશાળાઓ અને પાંજરાપોળો માંથી તબક્કા વાર ગાયોને છોડી મૂકીને સરકારી કચેરીઓમાં લાવવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.