ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વધુ એક આંદોલનનો અંત આવશે, આરોગ્યકર્મીઓની પગાર વધારા સહિતની માંગ સ્વિકારાય

Text To Speech

રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સરકારનું નાક દબાવવા શરૂ થયેલા એક બાદ એક આંદોલનોને ઠારવાનો પ્રયાસ સફળ થતો જાય છે. આજે સાંજે વધુ એક આંદોલન અંત ભણી છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી પગાર વધારા સહિતની માંગનો સરકારે સ્વિકાર કર્યો છે. જે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને સરકારે તેઓને ફરીથી પોતાની ફરજ ઉપર આવી જવા વિનંતી કરી છે.

પગારમાં રૂ.4 હજારનો વધારો, કોવિડ ડ્યુટીની 130 દિવસ રજાનો પગાર પણ ચુકવાશે

પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૪૨ દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW, FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. ત્યારે આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે. આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેવાયેલા નિર્ણયો અંતર્ગત ઠરાવો આગામી ત્રણ દિવસમાં થઈ જશે

વધુમાં જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા ૧૫ જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.

Back to top button